દાહોદ આર.ટી.ઓ. કચેરી દ્વારા માર્ગ સલામતી માસ-2024નુંં ભવ્ય ઉદ્દધાટન કરાયુંં

દાહોદ,\ દાહોદ શહેરમાં આવેલ એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં દાહોદ જીલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ વડા, એઆરટીઓના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત અધિકારીઓએ માર્ગ સલામતીને લઈ લોકોને જાગૃતતા દેખાડવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું.

માર્ગ સલામતી 2024નો દાહોદ એઆરટીઓ કચેરી ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. એઆરટીઓ કચેરીના તમામ કર્મચારીઓએ આજરોજ પ્રતિજ્ઞા લીધી હતી કે, દાહોદને જીરો ફેટલ ઝોન બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ બાબતે એઆરટીઓ કચેરીના અધિકારી સી.ડી. પટેલ, આર.કે. પરમારના જણાવ્યાં અનુસાર, દાહોદને જીરો ફેટલ ઝોન બનાવવા જાહેર જનતાનો પણ સાથ અને સહકારની જરૂર છે. તમામનો સાથ અને સહકાર મળશે તો ટુંક સમયમાં દાહોદને જીરો ફેટલ ઝોનમાં પરિવર્તિત કરી શકીશું. દાહોદ જીલ્લા પોલીસ વડા ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યાં છે માટે જાહેર જનતાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જીલ્લામાં 2022ના વર્ષ દરમ્યાન વર્ષ 2023ના વર્ષ દરમ્યાન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. નિર્દોષ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. 70 ટકા ફેટલ હેલ્મેટ ન પહેરવાના કારણે થઈ થઈ રહ્યાં છે માટે હેલ્મેટ ફરજીયાત પહેરવા વાહન ચાલકોને જણાવવામાં આવ્યું હતું. વધુમાં અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવો, નશો કરી વાહન ન ચલાવો વિગેરે જેવી સુચનાઓ જાહેર જનતા આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા પોલીસ વડા ર્ડા. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ વડા એમ. કે. રાઠોડ, જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા, આર. એન્ડ બી. ના અધિકારી હિમાની શાહ, દાહોદ એઆરટીઓના સી.ડી.પટેલ, આર. કે. પરમાર, વી.કે. પરમાર, એન.સી. પટેલ, વી.આર. લાલાની, એન.એસ. પટેલ, આર.એ. વાઘેલા, એન.બી. નીંબાર્ક વિગેરે અધિકારી તેમજ સ્ટાફ મિત્રો કાર્યક્રમ હાજર રહ્યાં હતાં.