કોંગ્રેસ પ્રદેશ સંગઠન દ્વારા પંચમહાલ લોકસભા ચુંટણી માટે બેલેટ વોટીંગ કરતાં 7 નામો સામે આવ્યા

ગોધરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનવીક પ્રદેશ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સેન્ટ્રલ ઝોનના પ્રભારી ઉષા નાયડુ પંચમહાલ જિલ્લા લોકસભાના પ્રભારી ગ્યાસુદ્દીન શેખ ની ઉપસ્થિતિમાં થયેલ આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભે થયેલ વ્યુહાતમતક ચર્ચા વિચારણા સંદર્ભે 18 પંચમહાલ લોકસભાના ભાવી ઉમેદવારો અંગે ખાનગી સંગઠનના હોદ્દેદારો પાસે બેલેટ વોટીંગ કરવામાં આવેલ. જેમાં લોકમુખે ચર્ચામાં નીચે જણાવેલ મુજબ નામ ઉભરી આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ સમિતિના મહામંત્રી અનસ અંધી, જિલ્લા મહામંત્રી સાજીદભાઈ વલી, ગુલાબસિંહ ચૌહાણ, પરંજયઆદીત્યસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ પરમાર, સ્નેહલતાબેન ખાંટ વગેરે નામ ઉભરે આવ્યા હતા.