હવે ખેર નહીં! ચપ્પલ કે સેન્ડલ પહેરીને ટુ-વ્હીલર ચલાવતા લોકો ચેતી જજો, નહીંતર ભરવો પડશે દંડ

જો તમે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઇક અથવા સ્કૂટી ચલાવતા પકડાશો તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.ચપ્પલ કે સેન્ડલ પહેરીને બાઇક કે સ્કૂટી ચલાવવી એ ગુનાની શ્રેણીમાં આવે છે. મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર ડ્રાઇવિંગ કરતી વખતે અમુક વસ્તુઓ પહેરવી જરૂરી છે. આ નિયમો ડ્રાઈવરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેનું બહુ ઓછા લોકો પાલન કરે છે.

ભારતમાં ટ્રાફિક નિયમો અનુસાર, જો તમે ટુ વ્હીલર ચલાવો છો, તો તમારે સંપૂર્ણપણે બંધ જૂતા પહેરવા જરૂરી છે. જો આ નિયમનું પાલન નહીં થાય તો દંડ ફટકારવામાં આવી શકે છે.


1000 સુધીનો દંડ

ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ડ્રાઇવિંગ કરતા પકડાતા ટ્રાફિક પોલીસ ચલણ કાપી શકે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. ચપ્પલ ઉપરાંત તમારે ટુ- વ્હીલર ચલાવતી વખતે ખાસ ડ્રેસ કોડને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે પેન્ટ સાથે શર્ટ કે ટીશર્ટ પહેરવું પણ જરૂરી છે. જો બીજા ડ્રેસમાં ડ્રાઇવિંગ કરતા પકડાય તો તમારે 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.


અકસ્માતની શક્યતા વધી જાય છે

ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ગિયર સાથે ટુ વ્હીલર ચલાવવું સલામત નથી. ચપ્પલ અકસ્માતનું જોખમ વધારે છે. આ નિયમોને ઘણા સમયથી મંજૂરી આપવામાં આવી છે, પરંતુ બહુ ઓછા લોકો તેનું પાલન કરે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિભાગ આ નિયમોને લઈને ખૂબ જ ગંભીર છે અને વધતા અકસ્માતોને રોકવા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચલણથી બચવા માટે જ્યારે પણ તમે બાઇક અથવા સ્કૂટી દ્વારા ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારે જૂતા પહેરવા જોઈએ.