સુરેન્દ્રનગરના મૂળી-સરલા રોડ પર ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા ૩ લોકોનાં મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડમ્પરની પાછળ કાર ઘુસી જતા કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પાંચ વર્ષનાં બાળકનો આબાદ બચાવ થયો હતો.

મૂળી-સરલા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ડમ્પર પાછળ રિફલેક્ટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. ત્યારે ત્રણેય મૃતકો મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતી. ડમ્પરમાં રિફલેક્ટર લાઈટ નહી હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.