ટૂંક સમયમાં ૧૦ રૂપિયા સુધી પેટ્રોલ – ડીઝલ સસ્તું થશે,ક્રૂડ ઓઇલની કિંમત ઘટી

નવીદિલ્હી, એપ્રિલ ૨૦૨૨ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આ આતુરતાનો અંત અવશે. સામાન્ય જનતાને જલદી જ રાહત મળી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ૫ થી ૧૦ સુધીનો ઘટાડો થઇ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ૭૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ ભારતમાં ઓઇલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. ટૂંક સમયમાં ખુશખબરી મળવાની છે.

અહેવાલ મુજબ ડિસેમ્બર ૨૦૨૩ના ત્રિમાસિક ગાળા સુધી તેલ કંપનીઓનો નફો વધીને ૭૫૦૦૦ કરોડ રૂપિયા થઈ શકે છે. ઓઈલ કંપનીઓના વધતા નફાને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીઓ સામાન્ય લોકોને રાહત આપી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. નફામાં વધારા સાથે ઓઈલ કંપનીઓએ ભાવની સમીક્ષાના સંકેત આપ્યા છે. રિપોર્ટ અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો નફો થઈ શકે છે. કંપનીઓ તેલના ભાવમાં ઘટાડો કરીને આ માજન ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ઓઈલ કંપનીઓના નફામાં વધારો થયો છે. વધુ માજનને કારણે ઓઈલ કંપનીઓએ ભારે નફો કર્યો છે અને તેમની ખોટ પણ ભરપાઈ કરી છે. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૫૮૨૬.૯૬ કરોડનો નફો કર્યો હતો, જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં રૂ. ૮૨૪૪ કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. સરકાર દેશની ત્રણ મોટી ઓઈલ કંપનીઓમાં મુખ્ય પ્રમોટર અને બહુમતી શેરધારક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં ત્રણેય તેલ કંપનીઓનો સંયુક્ત ચોખ્ખો નફો ?૫૭,૦૯૧.૮૭ કરોડ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ કરતાં ૪,૯૧૭% વધુ હતો.