વેજલપુર પોલીસે મિલ્કત સંબંધી બે ગુન્હામાં બે આરોપીને ઝડપી 2.30 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો

વેજલપુર,વેજલપુર પોલીસ મથકે મારૂતીવાન ચોરીના ફરિયાદ દાખલ થયે પોલીસે સર્વેલન્સ સ્ટાફ સાથે રાખી સીસી ટીવી ફુટેજ તેમજ નેશમ કમાન્ડ કંટ્રોલ ગોધરાના સીસી ટીવી ચેક કરતાં ચોરીની મારૂતીવાન ગાડીનું મારૂતી ઝેન નં. જીજે.09.એ.0933 સાથે બાંધીને ખેંચીને ગોધરા તરફ લઈ ગયાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે બાતમીદારો ચોરી તપાસ કરતાં 14 જાન્યુઆરી 2024ના રોજ વેજલપુર પો.સ.ઈ.ને બાતમી મળી હતી. ચોરી થયેલ મારૂતીવાન લઈને બે ઈસમો અન્ય વાહન ચોરી કરવાન ઈરાદે હાલોલ તરફ જવાના છે. તેવી માહિતીના આધારે નાંદરતા ચોકડી ઉપર વોચ ગોઠવી વર્ણનવાળી મારૂતીવાન આવતાં રોકી હતી અને તપાસ કરતાં અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ ઈસમ સાહિલ ઉર્ફે ગુગલો હનીફ પઠાણ (રહે. રહેમતનગર, ગોધરા), યાકુબ સત્તાર પથીયા ઉર્ફે વેજલીયો (રહે. સાતપુલ સી. સોસાયટી, ગોધરા) હોય તેમની પાસેથી મારૂતીવાનના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરતા હોય પકડાયેલ ઈસમોની અંગઝડતી કરતાં 11 નંય અલગ અલગ વાહનોની ચાવીઓ મળી આવેલ હતી. પોલીસે મારૂતીવાન બાબતે પોકેટ કોપના આધારે તપાસ કરતાં નં.જીજે.06.એલકે.7508 હોય અને વેજલપુર પોલીસ મથકે ચોરીના ફરિયાદ હોય તે રીકવર કરાઈ હ તી. આરોપીઓની પુછપરછ કરતા વેજલપુર થી અન્ય મારૂતીવાન ચોરી કર્યાની કબુલાત કરતાં પોલીસે મારૂતીવાન ચોરી કરવામાં ઉપયોગ લીધેલ મારૂતીઝેન કબ્જે લીધી હતી અને વેજલપુર પોલીસ મથક વાહન ચોરીના બે ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા.