ધોધંબાના ધનેશ્વર ગામેથી 26 હજારના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

ધોધંબા, ધોધંબા તાલુકાના ધનેશ્વર ગામે ફુલવાડી ફળીયામા રહેતા આરોપીના ધરે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 26,855/-રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ધનેશ્વર ગામે ફુલવાડી ફળીયામાં રહેતા અજયભાઇ ઉર્ફે બન્ની નરવતભાઈ પરમારના ધરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનો કવાટરીયા નંગ-144, બીયર ટીન નંગ-90, સ્પીરીટ ઓફ સ્મુથનેશના હોલ નંગ-5 મળી કુલ 26,855/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી અજય ઉર્ફે બન્ની પરમાર મળી નહિ આવતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.