મોરવા(હ)ના બામણા ગામે આરોપીઓએ આ જમીનમાં રહેવા દેવાના નથી તેમ કહી મારમારી કરતાં ફરિયાદ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના બામણા ગામે ઝાબ ફળીયામાં રહેતા ફરિયાદી પોતાના ધરે સુતા હતા. ત્યારે આરોપીઓએ ધરે આવી તમને આ જમીન ઉપર રહેવા દેવાના નથી તેમ કહી ગાળો આપી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડતા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના બામણા ગામે ઝાબ ફળીયામાં રહેતા શૈલેષભાઈ લાલાભાઇ બારીયા પોતાના ધરે સુતા હતા. ત્યારે આરોપીઓ દિલીપભાઇ રંગીતભાઇ ખાંટ, સુનિલભાઇ ખાંટ આવ્યા હતા અને તમને આ જમીન ઉપર રહેવા દેવાના નથી. તેમ કહી ગાળો આપી હતી. એક આરોપી ગડદાપાટુનો મારમારી તેમજ અન્ય આરોપીએ લાકડીના ફટકો કપાળના ભાગે તેમ હાથમાં મારી ઈજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે આરોપીઓ વિરૂદ્ધ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.