રાજયમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 596 નવા કેસ નોંધાયા. જ્યારે 604 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમા 203, સુરત શહેરમાં 58, વડોદરા શહેરમાં 47, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગર શહેરમાં 16, ગાંધીનગર ગ્રામ્યમાં 21, સુરત ગ્રામ્યમાં 16, ભાવનગર શહેરમાં 13, રાજકોટ શહેરમાં 12, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરા ગ્રામ્યમાં 7, અમરેલીમાં 6, દેવભૂમિદ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદ ગ્રામ્યમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, સાંબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4, પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીરસોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, જામનગર શહેરમાં 2, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગર ગ્રામ્યમાં 1, દાહોદમાં 1 અને જામનગર ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 4768 પર પહોચ્યો છે. આ પૈકી 8 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 4760 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,27,605 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,954 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 69904 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.25 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.74 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.