કાલોલના મગનપુરા ગામે પતંગ કપાઈ જતાં આરોપીઓ દ્વારા હુમલો કરી ઈજાઓ કરતાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના મગનપુરા ગામે નિશાળ ફળીયામાં રહેતા ફરિયાદીના પિતા અને અન્ય ધાબા ઉપર પતંગ ચગાવતા હોય દરમિયાન આરોપીની પતંગ કપાતા મારી પતંગ કેમ કાપી તેમ કહી વાંસી લઈ દોડી આવી મહિલા સહિત અન્યને મારી ઈજાઓ પહોંચાડતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મગનપુર ગામે નિશાળ ફળીયામાં રહેતા વિષ્ણુ વિનોદભાઇ પરમારના પિતા અને અન્ય વ્યકિતઓ ધાબા ઉપર પતંગ ચગાવતા હતા. દરમિયાન આરોપી દિલીપ ઉર્ફે જાડો રમણભાઇ પરમારની પતંગં કપાતા મારી પતંગ કેમ કાપી કહી ગાળો જતા અન્ય વ્યકિતઓ વાંસી પકડી લેતા આ વાંસી વિષ્ણુભાઈની પત્ની વચ્ચે પડતા તેમને પણ વાંસી વિષ્ણુભાઇની પત્ની વચ્ચે પડતા તેમને પણ વાંસી મારવા જતા વાંસીની સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અનય આરોપીઓ ચંદ્રકાંત લક્ષ્મણભાઇ પરમાર, અજય રમણભાઇ પરમાર, શૈલેષ અજયભાઈ રાઠોડ એ પર્વતસિંહ રાઠોડને રોડ ઉપર ઢસડતા પગ અને કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાામાંં આવતાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.