હાલોલના ચાંચડિયા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરી બુટલેગરનો 11.76 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

હાલોલ, હાલોલ તાલુકાના ચાંચડિયા ગામે સ્ટેટ મોનિટરીંગ ગામે સ્ટેટ મોનિટરીંંગ સેલ દ્વારા ચોકકસ બાતમીના આધારે રેઈડ કરી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ કિંમત 11.76 લાખના તેમજ ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી 21.81 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ચાંચડિયા ગામે બુટલેગર હિતેશ ઉર્ફે જાડો જશવંત રાઠોડ અને મોહમંદ કુરેશી દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરવામાં આવી હતી. ટ્રક માંથી દારૂનો જથ્થો ઉતારી રહેલા મજુર પ્રવિણભાઇ બચુભાઈ પરમારને ઝડપી પાડી પુછપરછ કરતાં દારૂનો જથ્થો હિતેશ ઉર્ફે જાડો અને કુરેશી મોહમંદ નસીમ મોહમંદ ઈશુબ દ્વારા મંંગાવવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. આ દારૂનો જથ્થો છોટાઉદેપુરના મીઠીબોરના ભીખાભાઇ ભલજીભાઇ રાઠવા દ્વારા ભરી આપવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા 11.76 લાખનો વિદેશી દારૂ ટ્રક તેમજ ઝડપાયેલ મજુરનો મોબાઈલ ફોન મળી કુલ 21.81 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે હિતેશ ઉર્ફે જાડો જશવંત રાઠોડ, કુરેશી મોહમદ નસીલ મોહમદ ઈસુબ (ટ્રક માલિક) તેમજ દારૂનો જથ્થો ભરી ભરી આવનાર ભીખા રાઠવા વિરૂદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.