ધોધંબાના કાંટુ ગામે આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂંક થયેલ કાર્યકરને હાજર નહિ થવા દેતાં દામાવાવ પોલીસ મથકે ફરિયાદ

ધોધંબા, ધોધંબા તાલુકાના કાંટુ ગામે આવેલ આંગણવાડીમાં નવી નિમણૂંક થયેલ આંગણવાડી કાર્યકરને હાજર થવા નહિ દેતાં દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ધોધંબા તાલુકાના કાંટુ ગામે પટેલ ફળીયા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તરીકે જોશનાબેન બારીયાની 2018માં નિમણૂંક થઈ હતી. જોશનાબેનની આંંગણવાડી કાર્યકર તરીકેની નિમણૂંક સામે આંગણવાડી બનાવવા માટે જમીન આપનાર મહિલા દ્વારા હાલોલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ દાવામાં હાલોલ કોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂંક પામેલા જોશનાબેન બારીયાની તરફેણમાં ચુકાદો આવતાં ડિસેમ્બર મહિનામાં જોશનાબેન ફરીથી કાંટુ ગામે આંગણવાડી કાર્યકર તરીકે નોકરી પર નહિ આવવાનું કહી જાનાથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં કાંટુ ગામના 3-પુરૂષ અને 2- મહિલાઓ ધમકી આપતો આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.