શહેરા ચાંદણગઢ ખોડીયાર મંદિર ખાતે 51 કુંડી શતચંડી મહાયાગ અને શ્રી મહાયાગ યજ્ઞની પૂજાની શરૂ કરાયો

  • અયોધ્યા રામ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા સમયે યજ્ઞશાળામાં પૂજા શરૂ કરાઈ.

શહેરા, શહેરાના ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિરના પટાંગણમાં ત્રીદિવસીય 51 કુંડી શતચંડી મહાયાગ અને મહાયાગ યજ્ઞનો પ્રારંભ થયો હતો. અયોધ્યા રામ મંદિર ખાતે ગર્ભ ગૃહમાં જે સમયે પૂજા કરવામાં આવી હતી. એ જ સમયે યજ્ઞશાળામાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે 131 બ્રાહ્મણો દ્વારા મહાપૂજા કરવામાં આવવા સાથે 51 યજ્ઞકુંડમાં દોઢ લાખ આહુતિ આપવામાં આવનાર છે.

શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિરના પટાંગણમાં ત્રીદિવસીય 51 કુંડી શતચંડી મહાયાગ અને મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનો પ્રારંભ સવારના સાત વાગ્યાથી કરવામાં આવવા સાથે 131જેટલા બ્રાહ્મણોના વૈદિક મંત્ર સાથે 51 જેટલા જોડાઓએ મંડપ પ્રવેશ કરીને દેવતાઓનું આહવાહન પૂજન મંડપ વાસ્તુ સહિતની પૂજા વિધિ કરવામાં આવી હતી. જોકે, અયોધ્યા રામ જન્મભૂમિ ઉપર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યાં ગર્ભ ગૃહમાં પ્રવેશ કરવાનો જે શુભ મુહૂર્ત હતું. તેજ શુભ મુહૂર્તમાં યજ્ઞશાળામાં પૂજા વિધિ શરૂ કરવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. આ યજ્ઞશાળામાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તેમજ તેમના પરીવાર સહિતના યજમાનો ખોડીયાર માતાજીના સાનિધ્યમાં ત્રણ દિવસ યજ્ઞશાળામાં પૂજા-અર્ચના કરનાર છે. બ્રાહ્મણો દ્વારા પ્રથમ દિવસે અહી 100 જેટલા શતચંડી પાઠ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવવા સાથે ત્રણ દિવસ સુધી અહીં યજ્ઞશાળામાં મહાપુજાની વિધિ શરૂ રહેનાર છે.

જ્યારે ધારાસભ્ય ભરવાડના નિકટના ગણાતા જીગ્નેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, અયોધ્યા મુકામે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ ચાલે છે એ જ પ્રમાણે ધારસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા 51 કુંડી શતચંડી મહાયાગ યજ્ઞનું આયોજન અહી કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની એવી ઈચ્છા હતી કે, જ્યારે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ સરસ અને સુંદર કાર્યક્રમ થતો હોય ત્યારે 51 કુંડી શતચંડી મહાયાગ અને મહાયાગનું આયોજન કરીએ આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે અને શાસ્ત્રી દિલીપભાઈ પંડ્યા સહિતના 131 બ્રાહ્મણો દ્વારા મંત્ર જાપ અન ે51 જેટલા યજ્ઞમાં દોઢ લાખ આહુતિ આપવામાં આવનાર છે. ખોડીયાર માતાજીના ચાંદણગઢ મંદિર સાથે અનેક માઇ ભક્તોની આસ્થા અહીં જોડાયેલી હોય ત્યારે ત્રિ દિવસીય આ 51 કુંડી શતચંડી મહાયાગ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ યજ્ઞના પ્રાંરભ સાથે અહીં આવ્યા હતા. અહીં આવેલા ભક્તોએ ખોડીયાર માતાજીના દર્શન કરવા સાથે યજ્ઞશાળા અને મહાપ્રસાદીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.