દાહોદમાં રેન્જ આઈ જી ની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મિટિંગ યોજાઇ

  • સુરક્ષા સેતુ સોસાયટી મિટિંગમાં કલેકટર હર્ષદ ગોસવી,પોલીસ અધિક્ષક,તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
  • વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરાયો,રેન્જ આઇજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
  • એસપી કચેરીએ રેન્જ આઇ. જી.નું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત.

દાહોદ, દાહોદ જીલ્લામાં સમાજના નાગરિકોને કાયદો અને વ્યવસ્થા અંગે જાગૃત કરવા તેમજ અન્ય વિવિધ સમસ્યાઓ તેમજ સમાજલક્ષી કામ કરતી સુરક્ષા સેતુ સોસાયટીની રેન્જ આઈ.જી.ની અધ્યક્ષતામાં વાર્ષિક મીટીંગ યોજાઇ હતી. જેમાં વર્ષ દરમિયાન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરેલા કામોનો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યો હતો. તો આ મામલે રેજ આઈ.જી.રાજેન્દ્ર અસારી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ પહેલા એસપી કચેરી ખાતે પહોંચેલા રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારીનું દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પુષ્પગુચ્છથી આવકાર્યાં હતા. તો દાહોદ પોલીસ દ્વારા પોલીસ પ્રોટોકોલ મુજબ પોલીસ અધિકારીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસપી કચેરી ખાતે રેજ આઈજી રાજેન્દ્ર અસારીના અધ્યક્ષ સ્થાને કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવી, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડેપ્યુટી ડીડીયો, ટ્રેજહેરી અધિકારી, ડીવાયએસપી સાજીદ રાઠોડ સહિતના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સુરક્ષા સેતુ સોસાયટી મિટિંગમાં વર્ષ દરમિયાન સમાજના નાગરિકોમાં જાગૃતિ લાવવા ખાસ કરીને ટ્રાફિક ટ્રક મહિલાઓની સમસ્યાની નિવારણ માટે સહિતના મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ હતી. જેમાં રેન્જ આઇજી દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021/22/ 23 નો અહેવાલ રજૂ કરી કામગીરી અંતર્ગત થયેલા ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સાથે સાથે આવનાર વર્ષ 2024 25 ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત અધિકારીઓની નીગ્રાની હેઠળ કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટીમાં સમાજના નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. તો દાહોદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી 25 શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા બાળકોની પરેડ પણ કરવામાં આવે છે. જેનો હેતુ સમાજમાં જાગૃતા લાવવા તથા જનરલ નોલેજ વધારવા માટે કામ કરવામાં આવે છે. જેમાં પોલીસ અને શિક્ષકો બાળકોને અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપે છે તથા વર્ષ દરમિયાન સરકારી કચેરીઓ જેવી કે કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી,પોલીસ ખાતું,ફાયર બ્રિગેડ સહિતના સરકારી સંસ્થાનોની મુલાકાત કરાવે છે. જેનું હેતુ એવું હોય છે કે આવનાર નવી પીળી એટલે કે બાળકોને સરકારી વહીવટી તંત્ર કેવી પદ્ધતિ કામ કરે છે તે અંગે માહિતગાર કરવાનું હોય છે. આવા તમામ પ્રકારની કામગીરી કરતી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મીટીંગ યોજાઇ હતી. જેમાં ઉપરોક્ત અધિકારીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.