દાહોદ પરેલ રેલ્વે કારખાનાના પાર્કિંગ માંથી બાઈકની ચોરી

દાહોદ, દાહોદ પરેલ રેલ્વે કારખાનાના પાર્કીગમાંથી ધોળે દહાડે રેલ્વેના એક કર્મચારીની રૂા. 70 હજારની કિંમતની મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળ્યું છે.

ગત તા.12-1-2024ના રોજ દાહોદ પરેલમાં રેલ્વેના કારખાનામાં નોકરી કરતા અને વાંદરીયા ગામે મેડા ફળિયામાં રહેતા વાલુભાઈ હુમજીભાઈ બીલવાળ પોતાની રૂા.70 હજારની કિંમતની જીજે-20-એએફ-7307 નંબરની ટીવીએસ કંપનીની અપાચી મોટર સાયકલ લઈ સવારે સાડા આઠ વાગ્યે નોકરી પર આવ્યા હતા અને પોતાની મોટર સાયકલ પાર્કીગમાં લોક મારી પાર્ક કરી કારખાનામાં ગયા હતા અને સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે ફરજ પરથી છુટી કારખાનામાંથી બહાર આવ્યા હતા. તે સમય ગાળામાં કોઈ બાઈક ચોર કારખાનાના પાર્કીગમાં પાર્ક કરેલ વાંદરીયા ગામના વાલુભાઈ હુમજીભાઈ બીલવાળની ટીવીએસ કંપનીની અપાચી મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે દાહોદ બી ડીવીઝન પોલીસે મોટર સાયકલના માલીક વાલુભાઈ હુમજીભાઈ બીલવાળની ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.