મહિસાગર ડીએલઆર શાખામાં જમીન માપણી અરજીનો ચાર વર્ષે નિકાલ નહિ થતાં કલેકટરને રજુઆત

બાલાસિનોર, અરજદાર દ્વારા બાલાસિનોર તાલુકામાં પોતાના ખેતરમાં દબાણ અંગે મહિસાગર જિલ્લા ડીએલઆર શાખામાં વર્ષ-2019માં માપણી માટે અરજી કરતા સર્વેયર દ્વારા માપણી કરવાના રૂપિયા અઢી લાખ માંગ્યા જે ન આપતા હાલમાં પણ કોઈ નકકર પરિણામ ન આવતા મહિસાગર જિલ્લા કલેકટરને લેખિત અરજી કરી છે.

બાલાસિનોરના નિશાળ ચોક વિસ્તારના સુલ્તાનાબાનુ અ.રઉફ શેખ પોતાની માલિકી સર્વે નં.-241/19 241/20માં માપણી માટે અરજી 2019 સાલમાં કરી હતી. પણ અધિકારીઓ આવ્યા ન હતા. વધુ રજુઆતો કરતા સ્થળ તપાસ કે રેકર્ડ જોયા સિવાય સર્વે નંબરના મનગડત નકશા બનાવી આપ્યા હતા. જયારે પાડોશી જમીન ધરાવનાર વ્યકિતઓ દ્વારા દબાણોની માપણી ખુટ મારવા પણ અરજદાર દ્વારા પોલીસ પ્રોટેકશન માંગ્યા છતાં ડીએલઆર અધિકારીઓએ માપણી કરી ન હતી.જયારે ડીએલઆર કર્મચારી એસ.કે.ડામોર દ્વારા કામ પતાવી આપવા માટે રૂ.2.50 લાખ માંગ્યા હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરી ન્યાય મેળવવા મહિસાગર જિલ્લા કલેકટરને અરજદાર સુલ્તાનાબાનુ દ્વારા અરજી કરાઈ છે. સમગ્ર બાબતે સર્વેયર એસ.કે.ડામોરનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ કોઈ પૈસા માંગ્યા ન હોવાનુ જણાવ્યુ હતુ.