સંજેલી તાલુકાના એક ગામમાં જંગલ વિસ્તારમાં દીપડાએ બકરાઓ નું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

ડુંગરાળ જંગલ વિસ્તારની નજીક જ રહેતા લોકો પોતાના પશુઓને જંગલ વિસ્તારમાં ચારવા ગયેલા સમયે બની હતી આ ઘટના.

સંજેલી,
ગોવાળો પોતાના 70 જેટલા બકરી સહિતના પશુઓને ડુંગર જંગલ વિસ્તારમાં ચરાવવા માટે લઈ ગયા હતા. તે સમયે અચાનક જ દીપડાએ બકરાઓ પર હુમલો કરતા બકરાઓ ભાગ્યા હતા. તેમજ ત્રણથી ચાર બકરાઓ ઝપેટમાં આવતા દીપડાએ મારણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકાના ઇટાડી ડુંગરાળ જંગલ વિસ્તારમાં નજીકમાં જ રહેતા લોકો પોતાના બકરી સહિતના પશુઓને ચરાવવા માટે ડુંગરના ઉપર ભાગમાં ગયા હતા. ત્યારે અચાનક જ ત્યાં દીપડો આવી ચડતા દીપડાએ બકરાઓ પર હુમલો કર્યો હતો. ત્રણ થી ચાર બકરાઓ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જેટલા બકરાઓનું તેને મારણ કરી નાખ્યું હતું અને તે ખેંચી ગયો હતો. ત્યારે એક બકરૂ ઇજા પામેલી હાલતમાં અન્ય બકરાઓ સાથે દીપડાને જોઈને ભાગ્યા હતા અને બચ્યા હતા. ત્યારે આ દ્રશ્ય ત્યાં ગયેલા ગોવાળો સહિતના લોકોએ જોયું હતું અને તે પણ એક ક્ષણ માટે તો ગભરાઈ ગયા હતા અને ભાગ્યા હતા. ડુંગરના જંગલથી નીચે ઉતરી અને આસપાસમાં લોકોને જાણ કરી હતી કે દીપડો આવ્યો છે…. દીપડો આવ્યો છે…. તેમ જ બકરાઓનું મારણ કર્યું છે. ત્યારે સ્થાનિક વિસ્તારના લોકો પણ આ હકીકત સાંભળી અને ગભરાયા હતા. તેમજ સ્થળ ઉપર ફરી જોતા ત્યાં દીપડો બકરાવોને ખેંચી ગયો હોવાનું સ્થાનિક લોકોને જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે વિસ્તારમાં વાત ફેલાતા લોકોમાં ડર ભય જોવા મળ્યો હતો અને લોકો રાત્રે પણ દીપડો જંગલમાં હોવાનું જાણી અને ડરી ડરી અને રહ્યા હતા. ત્યારે આ બનાવ સંદર્ભે સ્થાનિક ગ્રામજનોની દીપડાના બકરાઓને મારણ કરવાની ઘટના બાબતે ગ્રામજનો દ્વારા દીપડા દ્વારા હુમલાથી બકરાનું મારણ કરાતા વળતર મળે અને પાંજરૂં મૂકી દીપડાને રેસ્કયુ કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.