- ઘોઘંબાના ગામોમાં થાય છે ભય વગરનો ભ્રષ્ટાચાર.
- ઘોઘંબાના ગામોમાં સરપંચો દ્વારા હલ્કી ગુણવતાનો સામાન વપરાતા હોવાની બુમો.
- ઘોઘંબાના દાઉદ્રા ગામમાં સામાન્ય વરસાદમાં ચેકડેમ ધોવાયો.
- ઘોઘંબાના રાણીપુરામાં ચેકડેમ બનાવતી વખતે કચરાંના ઠેલા નાખી ઉપર કોન્ક્રીટ નાખવામાં આવ્યું.
- શું આવી રીતે થશે ગામડાનો વિકાસ.??
ઘોઘંબ,
ઘોઘંબા તાલુકા દાઉદ્રા ગામે વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે બનાવેલ હલ્કી ગુણવતાના ચેકડેમ સામાન્ય વરસાદ સાથે ધોવાઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભ્રષ્ટાચારને લઈ આવા તકલાદી કામો કરાયા હોય તેની તપાસ થાય તેવી માંગ કરાઈ છે.
ઘોઘંબા તાલુકાના દાઉદ્રા ગામે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જે ચેકડેમ ચોમાસાના સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો અને ચેકડેમ માંથી પથ્થર દેખાવા લાગ્યા હલ્કી ગુણવતાના તેમજ ભારોભાર ભ્રષ્ટાચાર આચરીને બનાવેલ ચેકડેમ સામાન્ય વરસાદના પાણીના પ્રવાહ સહન કરી શકયો નથી. જે ચેકડેમ બનાવવામાં હલ્કી ગુણવતાની કામગીરી કરી સરકારના લાખો રૂપીયાના વિકાસલક્ષી યોજનાઓને નામ ખાતર બનાવીને નાણાંકીય ગેરવહીવટ કરવામાં આવ્યો છ ે. હોવાની માંગ સાથે દાઉદ્રા ગામના સરપંચ દ્વારા પણ આક્ષેપ સાથે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરતા તાલુકા વિકાસ અધિકારીને મનરેગા ટીમએ સ્થળ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ઘોઘંંબાના રાણીપુરા ગામના વણઝારા ફળીયા પાસે ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે. આ નવા બનતા ચેકડેમનું બાંધકામ તદ્દન હલ્કીકક્ષાનું કરાઈ રહ્યું છે. ગામ લોકો દ્વારા હલ્કી ગુણવતાના બનતા ચેકડેમની કામને રોકવા માટે સરપંચને મૌખિક રજુઆત કરતાં સરપંચ દ્વારા ગ્રામજનોને ઉદ્દયત જવાબ આપે છે. ચેકડેમના બાંંધકામ માટે રેતી, કપચી, સિમેન્ટ વિગેરેનું યોગ્ય માપ જળવાઈ રહ્યું નથી. ચેકડમના પાયામાં બાંધકામમાં રેતી અને કચરો ભરેલી થેલીઓ મુકીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે સામાન્ય વરસાદ લોકોના જવાની શકયતા નકારી શકાય નહી. લોકોના હિત માટે લાખો રૂપીયાના ખર્ચે કરતાં હોય તે ખોટો વેડફાટ થઈ રહ્યો છે. રાણીપુરા સરપંચ દ્વારા હલ્કી ગુણવતાના ચેકડેમ માટે કહેવા જતાં જાગૃત નાગરિકને થાય તે કરી લે એવો જવાબ આપતા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ રાણીપુરા ગામના લોકો દ્વારા હલ્કી ગુણવતાની કામગીરી ગામમાં માત્ર સરપંચ અને કોન્ટ્રાકટર નહી પણ તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ પણ આવા ભ્રષ્ટાચારના ભાગીદારી ધરાવતા હશે તેવા સવાલો ઉભા કર્યા છે. તેમજ ચેકડેમની હલ્કી ગુણવતાના બાંધકામ અંગે તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને બાંધકામ અટકાવવા રજુઆત કરાઈ છે.