તેલઅવીવ, ૭ ઓક્ટોબરે હમાસના આતંકીઓના હુમલામાં ૧૨૦૦થી વધુ ઈઝરાયલી લોકોના મોત થયા. ૯ ઓક્ટોબરે ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાની નાકાબંધીનો આદેશ આપ્યો. ૧૩ ઓક્ટોબરે ઈઝરાયલી સેનાએ ગાઝામાં કાર્યવાહી શરૂ કરી. તેના કારણે ૧૯ લાખ લોકો બેઘર થયા છે. હુમલા પહેલા ગાઝામાં દરરોજ ૫૦૦ ટ્રક રાહત સામગ્રીની જરૂરિયાત રહેતી હતી, પણ હવે રોજ ૧૨૦ ટ્રક જ મળી શકે છે. ગાઝાના ૨૩ લાખ લોકોમાંથી ૨૨ લાખ લોકોને ભોજનની અછતનો સામનો કરવો પડે છે.
મય-પૂર્વના કેસના નિષ્ણાત અહમદ અલ્ખતિબનું કહેવું છે કે ગાઝાને ભૂખમારાથી બચાવવા વિમાનો મારફતે રાહત સામગ્રી નીચે પાડી શકાય છે. રેડ ક્રોસ સહિત કેટલાએ સંગઠનોનું કહેવું છે કે રસ્તા તૂટી જવાથી રાહત પહોંચી રહી નથી. સંયુક્ત રાષ્ટ્ર આવું પહેલા દક્ષિણ સૂડાન અને ડીઆર કાંગોમાં કરી ચૂક્યું છે. હમાસ સાથે ઈઝરાયલના યુદ્ધ વચ્ચે નિર્દોષ ગાઝાવાસીઓને હાલાકીની સામનો કરવા મજબૂર બન્યા છે.
હમાસનો ખાત્મો કરવામાં અમને કોઈ નહીં રોકી શકે: નેતન્યાહૂ
હમાસના હમલાના ૧૦૦ દિવસ પૂર્ણ થયાના અવસર પર રવિવારે ઈઝરાયલના પીએમ બેજામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે હમાસને ખત્મ કરવામાં અમને કોઈ ન રોકી શકે. અમને કોઈ નથી રોકી શક્તું, ન હેગ, ન આતંકીઓના જૂથ અને ન કોઈ અન્ય. દક્ષિણ આફ્રિકા નરસંહારનો પ્રોપેગેન્ડા એ લોકોના ઈશારા પર લાવ્યા છે જે યહૂદી લોકોનો નરસંહાર કરવા આવ્યા હતા. આ વચ્ચે, ગાઝામાં ઈઝરાયલના હુમલા ચાલુ છે.
દાવો કરાયો છે કે ગાઝાના ૧૦માંથી ૯ લોકોને ૨૪ કલાકમાં ખોરાક નથી મળી રહ્યો. ૧૦૦ દિવસોમાં ગાઝામાં મૃતકોનો આંકડો છેલ્લા ૨૪ હજાર પહોંચી ગયો હતો. તેમાંથી ૯૬૦૦ બાળકો અને ૬૭૫૦ મહિલાઓ છે. ઘણાં લોકોની હાલત કફોડી છે. ગાઝામાં ૬૦ હજાર લોકો ઘાયલ થયા છે, તેમાંથી ૮૬૬૩ બાળકો અને ૬૩૨૭ મહિલાઓ છે.
તેલ અવીવમાં ૧.૨૦ લાખથી વધુ લોકોએ રેલી કાઢી. અને માગ કરાઈઓ કે હમાસની પાસે બંધક ૧૩૨ લોકોને છોડાવવામાં આવે. લોકોનું કહેવું છે કે નેતન્યાહૂ સરકારે લોકોની મુક્તિ માટેના પ્રયત્નોમાં ઝડપ કરવી જોઈએ. ત્યારે, વોશિંગટનમાં ગાઝામાં સંઘર્ષ વિરામ માટે વ્હાઇટ હાઉસની સામે હજારો લોકોએ પ્રદર્શન કર્યું. ત્યારે ગાઝામાં ઈઝરાયલનું યુદ્ધ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.