દે.બારીયા પોલીસનો જુગારીયાઓ પર સપાટો : કાપડી વિસ્તારમાં ધોળે દહાડે ધમધમી રહેલા જુગારધામ પર રેડ કરી ૧૬ જુગારીયાઓને ઝડપીયા.

જુગાર માટે હંમેશા વિવાદમાં રહેલા દેવગઢ બારીઆ કાપડી વિસ્તારમાં ધોળે દહાડે ધમધમી રહેલા જુગારધામ પર દેવગઢ બારીઆ પોલિસે ત્રાટકી ૧૬ જેટલા જુગારીયાઓ ને રોકડ, મોબાઈલ તેમજ પત્તાની કેટ મળી રૂપિયા ૬૩ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં ખાંડા ફળીયામાં જાહેરમાં કેટલાક જુગારીયાઓ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી દે.બારીયા પોલિસને મળી હતી. જે બાતમીને આધારે ગઈકાલે સવારે સાડા અગ્યાર વાગ્યાના સુમારે દદેવગઢ બારીઆ પોલિસની ટીમ બાતમીવાળી જગ્યાએ રમાતા જુગાર પર ઓચિતો છાપો મારતાં જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી જતાં પોલિસે તેઓને ચારે બાજુ કોર્ડન કરી ઘેરી લઈ જુગાર રમી રહેલા કાપડીના અયુબભાઈ અબ્દુલ્લા ચાંદા, સુલતાનભાઈ હુસેનભાઈ પટેલ, ખાંડા ફવીયાના શબ્બીરભાઈ મજીતભાઈ ખાંડા, દેવગઢ બારીઆના અજીતભાઈ નાનાભાઈ બાંડીબારીયા, કાપડીના સલમાનભાઈ એહમદભાઈ ખાંડા, યાકુબભાઈ સત્તારભાઈ ચાંદા, સાદીકભાઈ મહંમદભાઈ ઘાંચી, ફીરોજભાઈ કયુમ બાંડીબારીયા, સોયેબભાઈ એહમદભાઈ ખાંડા, સીદ્દીકભાઈ ફારૂકભાઈ ખાંડા, મજીતભાઈ રસુલભાઈ રહીમવાલા, ડાંગરીયા ગામના છગનભાઈ સબુભાઈ કોળી, દે.બારીયા કાપડીના હકીમભાઈ મજીતભાઈ ખાંડા, ગોધરાના સોકતભાઈ મજીતભાઈ છોડા, કાપડીના સત્તારભાઈ યુસુફભાઈ ઘાંચી તથા ઈમરાનભાઈ મજીતભાઈ કડવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી અલગ અલગ દરની ચલણી નોટો અંગઝડતીમાંથી તથા દાવ પરથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૧૮,૦૬૫ની રોકડ તથા રૂપિયા ૪૫,૫૦૦ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૧૦ તથા પત્તા પાના નંગ-૧૦૪ મળી કુલ રૂપિયા ૬૩, ૫૬૫નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ લઈ પકડાયેલા ઉપરોક્ત ૧૬ જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Don`t copy text!