અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા : કળશ જળયાત્રા શરૂ મહામૃત્યુંજયનાં જાપ સાથે 9 મહિલાઓ ખુલ્લા પગે માથે કળશ લઇ રામમંદિર તરફ પ્રસ્થાન.

અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે.

નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનીલ દાસે અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ પહેલાં 16 જાન્યુઆરીથી અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા છે. જેનો આજે બીજો દિવસ છે. લગભગ અઢી વાગ્યાથી નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનીલ દાસે અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી. તે પછી મહિલાઓએ કળશ યાત્રા કાઢી. આજે પહેલીવાર રામલલ્લાની નવ-નિર્મિત મૂર્તિને જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે.

બીજી તરફ, અયોધ્યા માટે બુધવારે એર ઇન્ડિયા એક્સપ્રેસ સર્વિસની બે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ કોલકાતા અને બેંગલુરુને અયોધ્યા સાથે જોડશે. સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેનું વર્ચુઅલી ઇનોગરેશન કર્યું. સિંધિયાએ કહ્યું કે 17 દિવસની અંદર અયોધ્યાને દેશના ચારેય ખૂણા સાથે જોડી દેવામાં આવ્યું છે.

મુખ્ય મંદિર આખું બની ગયું છે, જ્યાં ગર્ભગૃહ સ્થિત છેઃ નૃપેન્દ્ર મિશ્રા

અધૂરાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના વિવાદ વચ્ચે અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ, નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું- મુખ્ય મંદિર જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે, તે આખું બની ગયું છે. અહીં ગર્ભગૃહ અને પાંચ મંડપ સ્થિત છે. પહેલાં માળ પર કામ ચાલુ છે, જ્યાં રામ દરબાર હશે. ત્યાં જ બીજો માળ માત્ર અનુષ્ઠાન માટે છે, ત્યાં યજ્ઞ આયોજિત થશે.

પ્રાણપ્રતિષ્ઠા પહેલાં શરૂ થયેલાં ધાર્મિક અનુષ્ઠાનો માટે 9 મહિલાઓએ સરયૂ નદીથી અયોધ્યામાં રામ મંદિર સુધી કળશ જળ યાત્રા શરૂ કરી છે.

રામ મંદિરથી સૌનો ઉદ્ધાર થશે, દેશમાં ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ