કાલોલના ખડકી બસ સ્ટેન્ડ પાસે રસ્તો ક્રોસ કરતાં 70 વર્ષીય વૃધ્ધને ટકકર મારી ઈજાઓ પહોંચાડતા મોત નિપજાવા પામ્યું

કાલોલ,કાલોલ તાલુકાના ખડકી બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપરથી 70 વર્ષીય વયોવૃધ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એસ.ટી.બસના ચાલકે અડફેટમાં લઈ માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના ખડકી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર મંગળભાઇ ભાથીભાઇ પટેલ ઉ.વ.70 રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રોડ ઉપરથી પસાર થતી એસ.ટી.બસ નં.જીજે.18.ઝેડ.9621ના ચાલકે પોતાની બસ પુરઝડપે હંકારી લાવી વયોવૃધ્ધ મંગળભાઈ પટેલને અડફેટમાં લઈ અકસ્માત કરતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મરણ ગયા હતા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે જયંતિભાઇ પ્રભાતભાઇ પટેલ એ બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.