ગોધરા ગોવિંદી દશામા ફાટક પાસે રહેતી યુવતિને આરોપીએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા, ગોધરા શહેર ગોવિંદી દશામાં ફાટક મંદિર સામે દર્શન સોસાયટીમાં રહેતી ફરિયાદી યુવતિ સાથે વાવડી બામરોલી રોડ ખાતે રહેતા આરોપી સાથે રીલેશન હોય અને છેલ્લા એક વર્ષથી કોઈ સંબંધ ન હોય તેની અદાવત રાખી ઝગડો તકરાર કરી ગડદાપાટુનો મારમારી લાકડી હાથમાં મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ગોવિંદી દશામા ફાટક મંદિર સામે દર્શન સોસાયટીમાંં રહેતી ફરિયાદી યુવતિને વાવડી બામરોલી રોડ ખાતે રહેતા આરોપી કર્મવીર વિરેન્દ્રસિંહ સોલંકી સાથે રીલેશન હતા અને છેલ્લા એક વર્ષથી કોઇ સંબધ ન હોય તેની અદાવત રાખી કર્મવીર એ યુવતિ સાથે ઝગડો તકરાર કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને હાથમાં રાખેલ લાકડી યુવતિના હાથ ઉપર મારી હતી. આરોપી કર્મવીર અને વિરેન્દ્રસિંહ સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યાની ફરિયાદ યુવતિ દ્વારા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરિયાદ નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.