દાહોદમાં વાતાવરણ બદલાતા ગત રાત્રીના સમયે ઠંડીએ જોર પકડતા લોકો તાપણાં કરતા જોવા મળ્યાદાહોદમાં વાતાવરણ બદલાતા ગત રાત્રીના સમયે ઠંડીએ જોર પકડતા લોકો તાપણાં કરતા જોવા મળ્યાદાહોદમાં વાતાવરણ બદલાતા ગત રાત્રીના સમયે ઠંડીએ જોર પકડતા લોકો તાપણાં કરતા જોવા મળ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાં બદલાતા વાતાવરણને કારણે શિયાળામાં માવઠું થયું છતાં શિયાળાની જોઈએ તેવી ઠંડી હજી સુધી પડી નથી અને ગઈકાલથી ઠંડીની શરૂઆત લાગી રહી છે. પરંતુ બપોરના તો સુર્ય નારાયણના આકરા રૂપને કારણે દિવસ દરમ્યાન જોઈએ તેવી ઠંડી લાગતી નથી, પરંતુ રાતના સમયે ઠંડીનો જોર લાગતા દાહોદમાં ઠેરઠેર તાપણા જોવા મળી રહ્યા છે.

આમ તો દાહોદ જીલ્લામાં ડીસેમ્બરના છેલ્લા સપ્તાહમાં હાડ થીજાવતી ઠંડીનો આરંભ થઈ જતો હોય છે પરંતુ સતત બદલાતા વાતાવરણ અને માવઠા બાદ ઉત્તરાયણ પર્વ બાદ જાણે શિયાળાનો આરંભ થયો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલથી દાહોદમાં ઠંડીનો પારો ગગડતાં ગુગલના જણાવ્યા મુજબ તાપમાનનો પારો 11 ડીગ્રી થઈ જતાં સવારમાં દાહોદવાસીઓ હાડ થીજાવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા અને સાંજ પડતાં જ ઠંડીએ પોતાનું આક્રમક રૂમ દેખાવડા શહેરમાં ઠેર ઠેર તાપણા કરી ટાઢ ઉડાડતા લોકો જોવા મળ્યા હતા. આજે સવારે પણ તાપમાનનો પારો 12 જેટલો રહેવા પામ્યો હતો અને જેમજેમ દિવસ ચડ્યો ગોય તેમ તાપમાનનો પારો ઉચો જતાં દિવસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે. આ શિયાળામાં દિવસ દરમ્યાન દાહોદવાસીઓએ હજી હાડ થીવાવતી ઠંડીનો અનુભવ કર્યો નથી. આ વખતે ઠંડીનો આરંભ મોડો થતાં તેની વિદાય પણ મોડી થશે તેવા અંદાજ મંડાઈ રહ્યો છે. ચાલુ માસના આરંભમાં જ પડેલા માવઠા બાદ જોઈએ તેવી ઠંડી ન પડતાં ઘઉ ચણાના પાક પર તેની સીધી અસર થવાની ભીતીથી ધરતી પુત્રો પણ ચિંતીત છે. આ વખતે વરસાદ તો સારો થયો જેથી ઠંડી પણ એટલી પડશે. તેવી માન્યત આ વખતે અત્યાર સુધી તો ખોટી પડતી જોવા મળી રહ્યા છે.