દાહોદ એલ.સી.બી.એ ધરફોડ ચોરીના ગુનામાં વડવા ગામના સુનિલ જયસીંગ કટારાને ઝડપ્યો

દાહોદ, જીલ્લામાં બહાર ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર વડવા ગામના સુનીલ જવસીંગ કટારા નામાન લબર મુછીયા રીઢા ઘરફોડીયાને જેસાવાડા આશ્રમ રોડ પરથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેસાવાડા પોલીસને સુપરત કરી પુછપરછ કરતા મહારાષ્ટ્રના નંદદરબાર, અરવલ્લીના મોડાસા, ભરૂચ તેમજ ગાધીનગરના મળી કુલ ચાર જેટલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ થયાનું જાણવા મળ્યું છે.

દાહોદ એલસીબી પી.આઈ. કેડી. ડીંડોર, પી.એસ.આઈ એમ એલ ડામોર સહિતની ટીમ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને વોચમાં નીકળી હતી અને ફરતા ફરતા જેસાવાડા ગામના બજાર બહાર નીકળતા આશ્રમ રોડ પર એક ઈસમ પોલીસની ગાડી જોઈ ભાગવા જતાં પોલીસને તેના પર શંકા જતાં તે ઈસમનો પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો અને તેનું નામ ઠામ પુછતા તેને પોતાનું નામ સુનીલભાઈ જવસીંગભાઈ કટારા ઉ.વ.20 રહે વડવા નિશાળ ફળિયા તાલુકા ગરબાડા જણાવ્યું હતું અને ત્યાર બાદ પોલીસે તેની વધુ પુછપરછ કરતા શરૂઆતમાં તો તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પરંતુ પોલીસ જ્યારે પોતાની ભાષામાં પુછપરછ હાથ ધરતાં જે તેને પોતાના સાગરીતોની સાથે મળી મહારાષ્ટ્રના નંદબાર શહેરમાં વર્ષ 2023માં કરેલ ઘરફોડ ચોરી, અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં વર્ષ 2024 એટલે કે ચાલુ મહિનામાં કરેલ ઘરફોડ ચોરી, ભરૂના અંકલેશ્ર્વરમાં એક સોસાયટીમાં ત્રણેક માસ પહેલા કરેલ ઘરફોડ ચોરી તથા આજથી બે માસ અગાઉ ગાંધીનગરના માણસામાં ગાંધીનગર રોડ પર આવેલ એક સોસાયટીમાં બંધ મકાનનું તાળુ તોડી કરેલ ઘરફોડ ચોરી કુલ ચાર જેટલી ઘરફોડ ચોરીઓની કબુલાત કરતા ચાર જેટલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ થવા પામ્યા હતા. દાહોદ એલસીબી પોલીસે પકડાયેલા રીઢા ઘરફોડીયા વડવા ગામના 20 વર્ષીય સુનીલ જવસીંગ કટારાને જેસાવાડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.