સ્મશાનગૃહ આસપાસ સફાઈની માંગ : ઝાલોદ સ્મશાન ગૃહની આસપાસ ઝાડી ઝાખરા ઉઘી નીકળ્યા, લોકોને પડતી હાલાકી દૂર કરવાની માંગ

  • ઝાલોદ નગરના હિન્દુ સ્મશાનની આસપાસ ઝાડી ઝાખરા ઉગી નિકળતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સાફ સફાઈ કરવાની લોક માંગ ઉઠી છે.

ઝાલોદ, ઝાલોદ હિન્દુ સ્મશાને અડીને ઝાડી ઝાખરા ઉગી નિકળતા મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે, સ્મશાનની આસપાસ મોટા પ્રમાણમા ગંદકી જોવા મળી રહી છે. સ્મશાનને અડીને આવેલી નદીની આસપાસ કોઈ પણ પ્રકારની સાફસફાઇ કરવામા આવતી નથી. મોટા પ્રમાણમા ઘાસનો ઉગી નિકળ્યુ છે, આ બાબતે નગરપાલિકા તંત્રને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામા આવી છે. પરંતુ આજ દિન સુધી કોઈ જ સફાઈ કરવામાં આવી નથી. સ્મશાનમાં પોતાના સ્વજનોની અંતિમ વિધી કરવા આવતા લોકોને ગંદકીના કારણે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ઝાડી ઝાખરા અને ગંદકીના કારણે અવાર નવાર ઝેરી જનાવર નિકળતા હોવાના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંતિમ વિધી બાદ લોકો સ્નાન કરવા માટે નદીમા જતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પંરતુ છેલ્લા ઘણા લાંબા સમયથી સ્મશાનની આસપાસ યોગ્ય રીતે સાફસફાઇ કરવામા નહિ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સ્મશાનની આસપાસ મોટા પ્રમાણમા ઝાડી ઝાખરા અને ઘાસ સહિત ગંદકીની સાફ સફાઈ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે ઝાલોદ નગર પાલીકા તંત્ર વહેલી તકે સાફસફાઇ કરે તે જરૂરી બન્યુ છે.