શહેરાના ચાંદલગઢ ખોડીયાર મંદિર ખાતે ધારાસભ્ય અને વરૂ પરિવાર દ્વારા ત્રી દિવસીય 51 કુંડી શતચંડી મહાયાગ આયોજન કરાયું

શહેરા, શહેરાના ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિરના પટાંગણમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા સમસ્ત વરૂ પરીવાર દ્વારા ત્રી દિવસીય 51 કુંડી શતચંડી મહાયાગ અને મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 મી જાન્યુઆરીથી 19ની જાન્યુઆરી દરમિયાન યજ્ઞશાળામાં 51 જેટલા જોડા બ્રહ્મણોના વેદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરવામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ સહિત સંતો,મહંતો સહિત હજારોની સંખ્યામાં માઇ ભક્તો ઉપસ્થિત રહેશે.

શહેરાના ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિરના પટાંગણમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા સમસ્ત વરૂ પરીવાર દ્વારા ત્રી દિવસીય 51 કુંડી શતચંડી મહાયાગ અને મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે. પાછલા દસ દિવસ ઉપરાંત થી ચાંદણગઢ ધામ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ઋષિમુનિઓ વખત જે રીતે યજ્ઞશાળા બનાવવામાં આવતી હતી. એવી જ યજ્ઞશાળા અહીં બનાવવામાં આવવા સાથે યજ્ઞશાળામાં વાસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશાળ જગ્યામાં ત્રિ દિવસીય આ શતચંડી મહાયાગનો 17 મી જાન્યુઆરીએ યજ્ઞનો પ્રારંભ થશે અને 19 જાન્યુઆરી શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થનાર છે. આ યજ્ઞમાં 51 જેટલા જોડા દિવસ દરમિયાન માતાજીની પૂજા કરનાર હોવા સાથે દિલીપભાઈ પંડ્યા સહિતના 131 જેટલા બ્રહ્મણો ત્રણ દિવસ મહાપુજા કરાવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરી બાપુ તેમજ મહંત મછારામ મહારાજ અને સંતો, મહંતો સહિત ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના પરીવારજનો તેમજ સગા સંબંધીઓ અને રાજ્યભર માંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં ઉપસ્થિત રહેનાર છે. ખોડીયાર માતાજીના મંદિર ખાતે આ થનાર ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવનાર હોવા સાથે ત્રણ દિવસ અહીં ભક્તિમય માહોલ જોવા મળનાર છે. આ યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર બ્રાહ્મણ દિલીપભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે આ યજ્ઞની અંદર 51કુંડ બનાવવામાં આવેલા છે અને 51 યજમાનો દ્વારા દિવસ દરમિયાન સુંદર માતાજીની મહાપૂજા અનેક પ્રકારના ભવ્ય કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે આ યજ્ઞ દ્વારા સૃષ્ટિનો અને જીવ માત્રનો કલ્યાણ થાય તે હેતુ થી આ યજ્ઞનો સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.