ગોધરા,
ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન કવોરીમાં એસ.ઓ.જી.પોલીસે તપાસ કરી ટેન્કર માંથી 6600 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ઝડપી પાડી આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી.
વિસ્તૃત માહિતી મુજબ ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન કવોરીમાં શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી મોટા વાહનો અને ઉદ્યોગમાં વપરાતું હોય તેવી બાતમી એસ.ઓ.જી. પોલીસ તથા મામલતદાર ગોધરા ગ્રામ્યને સાથે રાખી રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ટેન્કર નંબર જીજે.09.વી.0722 માંથી 6600 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કિંમત 4,68,600/-રૂપીયા તથા ટેન્કર મળી રૂપીયા 9,68,600/-નો મુદ્દામાલ જપ્ત કરવામાંં આવ્યો. તેમજ આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.