ગોધરા કસ્બાની નોંધ મંજુર કરાવવા માટે પ્રાંત કચેરીમાં દલાલો દ્વારા કામ નહિ થતાં અન્ય ઓફિસના કર્મચારી દ્વારા નોંધ મંજુર કરાવવા ધમપછાડા.

ગોધરા,
ગોધરા કસ્બાની નોંધ નં.73417, 73418 નોંધ મંજુર કરાવવા માટે દિવસો પુરા થતાં દલાલો દ્વારા કામ નહિ થતાં અન્ય કચેરીના કર્મચારીઓ દ્વારા નોંધ મંજુર કરાવવા માટે કચેરીમાં ધમપછાડા શરૂ કર્યા છે.

મોજે ગોધરા કસ્બાની નોંધ નં.73417, 73418 ચેતનદાસ તુલસીદાસનું નામ અટક વગર હોય તેમાં ગોધરામાં સરકારી રેશનીંગ દુકાન ધરાવતા વ્યકિત દ્વારા વડોદરાના વ્યકિતઓને લાવી ભળતા નામની વારસાઈ કરાવેલ હોય અને વરસાઈ કરાવનાર 19 વારસોના મોબાઈલ નંબર પણ ગોધરાની અનાજ દુકાનદારનો હોય અને એક સાથે મોજે હમીરપુરની નોંધ નં.4200 અને ગોધરા કસ્બાની નોંધ નં.73417, 73418 પડાવતા તેમાંની નોંધ નં.4200 નામંજુર થતાં ગોધરા (ક)ની નોંધ નં.73417, 73418 પોતે તકરારી લીધેલ હોય તો આમાં નોંધ પ્રાંત કચેરી માંથી મંજુર કરવા માટે દલાલો અને મોટામાથાઓ નોંધ મંજુર કરવા માટે પાડી જતાં હવે આ નોંધો મંજુર કરવા માટે બીજી કચેરીના કર્મચારી પ્રાંત કચેરીમાં નોંધ મંજુર કરવા માટે ધમપછાડા શરૂ કર્યા છે અને ભળતા નામની નોંધ મંજુર કરવા લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે નોંધ મંજુર કરાવવા માટે લાખો રૂપીયાનો વહિવટ કરવા તૈયાર છે. ત્યારે હવે આ ભળતા નામની અટક વગરની નોંધ મંજુર કરાય છે કે, કેમ તે જોવાનું રહ્યું .