- વાતાવરણ કાપ્યો છે… લપેટ…લપેટથી ગુંજી ઉઠયુંં.
ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ વહેલી સવારથી પતંગ રસીયાઓ પતંગ દોરી સાથે આકાશી યુધ્ધ લડવા માટે તૈયારીઓ સાથે ધાબા ઉપર ગોઠવાઈ ગયા હતા. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેતા પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાપ્યો છે… લપેટ…લપેટના બુમોથી વાતાવરણ ગુંજી ઉઠયુંં હતું. દિવસ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયુંં હતું.
ઉત્તરાયણના પર્વએ દાનપુણ્યનુંં અનોખું મહત્વ હોય છે. જેને લઈ ગોધરા શહેરની ધર્મપ્રેમી લોકો વહેલી સવારથી ગાયોને ધુધર અને ધાસ ખવડાવવા અને મંંદિરોમાં દર્શન માટે ઉમટી પડયા હતા અને લોકોએ પોતાની યથાશકિત દાનપુણ્ય કરીને પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા.
ઉત્તરાયણના પર્વએ ઉધીયા, જલેબી અને ફાફડાની લોકોએ જયાફત માણી હતી. જીલ્લામાં ઉત્તરાયણના પર્વએ લોકો હજારો કિલો ઉધીયું, જલેબી અને ફાફડાની પેટમાંં પધરાવી ગયા હતા. દિવસ દરમિયાન પતંગ રસીયાઓ પતંગની મોજ માણ્યા બાદ મોડી સાંજે ફટાકડા ફોડીને ઉત્તરાયણના પર્વને યાદગાર બનાવતા જોવા મળ્યા.