ગોધરા, ગોધરા તાલુકાના કબીરપુર થી ભુરખલ ગામે જતા રસ્તા ઉપર ખજુરી ગામ ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને ટકકર મારી બાઈક ચાલકનુંં મોત નિપજાવી તેમજ પાછળ બેઠેલ વ્યકિતને ગંભીર ઇજાઓ પહોંચાડી ઈકો ગાડીના ચાલક નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કબીરપુર થી ભુરખલ ગામ તરફ જવાના રોડ ઉપર ખજુરી ગામ પાસેથી મોટર સાયકલ નં.જીજે.17.સીએ.1358ના ચાલક અરવિંદભાઇ પ્રતાપભાઇ બારીયા તથા તેમના બનેવી કિરીટભાઇ જે રતનપુર(કાં) પેટેના ડેમવા ગામેથી ધોયડા જઈ રહ્યા હતા. ત્યારે ઈકો ગાડી નં.જીજે.16.એલબી.4978ન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને ટકકર મારતાં બાઈક ચાલક અરવિંદભાઇ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. જ્યારે કિરીટભાઇ પરમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.