ઉત્તરાયણના પર્વએ પતંગ દોરીથી બાઈક ઉપર પિતા સાથે આવતા શહેરા બોરડીના પ વર્ષીય બાળકનું ગળું કપાતા મોત

  • ગોધરામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ધસાઈ જતાં 8 વ્યકિતને ઈજાઓ.
  • મહેલોલમાં પતંગ લુંટવા જતાં ધાબા ઉપરથી પડતા કિશોરનો હાથ ભાગ્યો.

ગોધરા, પંચમહાલ જીલ્લામાં ઉત્તરાયણના પર્વએ શહેરા તાલુકાના બોરડી ગામના 5 વર્ષીય બાળક પિતા સાથે બાઈક ઉપર મામાના ધરેથી પરત આવી રહ્યો હતો. ત્યારે વાડીનાથ ખારોલ પાસે પતંગ દોરી બાળકના ગળામાં આવી જતાં બાળકનું ગળું કપાઈ ગયું હતું. બાળકને સારવાર માટે કોઠંબા સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા બાળકનું મોત નિપજાવા પામ્યું. માસુમ બાળકના મોતથી પરિવારજનોમાં માતમ ધસડી જવા પામ્યો છે.

ગોધરા શહેરમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીથી બે બાઈક ચાલકોના ગળામાં દોરી ધસાઈ જતાં ઈજાઓ થતાં દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા તાલુકાના મહેલોલ ગામે વણકરવાસમાં રહેતા વનરાજ પરમાર નામનો કિશોર ધાબા ઉપરથી પતંગ લુટવા જતાં ધાબા ઉપરથગી નીચે પડી જતાં હાથ ભાગી જતાં કિશોરને સારવાર માટે 108 મારફતે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

અન્ય એક બનાવમાં કાલોલ તાલુકાના ખંડોળી અને સમા ગામના ત્રણ વ્યકિત બાઈક ઉપર કાલોલધ-ગોધરા માર્ગ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બાઈક આગળ પતંગ દોરી આવી જતાં બાઈક ચાલકે અચાનક બ્રેક મારતાં બાઈક રોડ ઉપર પટકાતા ત્રણેયને માથામાં ઇજાઓ થતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો. ગોધરા તાલુકાના આઈડીયા ગામે કેનાલ પાસે પતંગ ચગાવતા કિશોરના પગ લપસતા નીચે પટકાયો હતો. બેભાન ગઈ ગયેલ કિશોરને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યો.