ડોકટરની બેદરકારીને કારણે મહિલાનું મોત પરિવાર જનોનો આક્ષેપ મહીલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી પોલીસ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે

દાહોદ, દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના પટેલ ફળિયામાં રહેતી 25 વર્ષીય મહીલાને પ્રસ્તુતિ પીડા ઉપડતા પરિવાર જનો દ્વારા દાહોદના ડો હાડા ના ખાનગી હોસ્પિટલમાં માત્ર તપાસ કરાવવા માટે બપોરના 1 વાગ્યાંની આસપાસ સમય દરમિયાન લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહિલાની 6 વાગ્યાંની આસપાસ બાળકને જન્મ આપ્યા બાદ તબીબો દ્વારા કહેવામાં આવ્યું કે મહિલાની તબીયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમને વધુ સારવાર માટે વડોદરા ખાતે લઈ જવા પડશે. જેને લઈ પરિવારજનોએ તાતકાલીક એમ્યુલેન્સ મારફતે મહિલાને વડોદરા લઈ જતાં મહિલાનું રસ્તામાં મોત નીપજતા પરીવાર જનોમાં શોકનું માતમ ફરી વડ્યું હતું. મહિલાના મોતના પગલે ક્યાંકને ક્યાંક પરિવાર જનોમાં રોષ જોવા મળ્યું હતું. ત્યારે પરિવાર જનોએ મહિલાના મૃતદેહને પરત દાહોદના ખાનગી હોસ્પિટલ લાવી હોસ્પિટલના તબિબોની બેદરકારી કારને મહિલાનું મોત થવાના આક્ષેપો કરી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ ખાતે મહિલાના પરિવારજનો દ્વારા હોવાળો થયા હોવાની જાણ દાહોદ એ ડીવીઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિવાર જનોને ભારી સમજાવટ બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલતો હોસ્પિટલના તબિબની બેદરકારીના કારણે મોત થઈ છે. જેથી હોસ્પિટલના તબિબ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.