દાહોદ શહેર સહિત જીલ્લામાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લામાં ઉત્તરાયણ પર્વની પતંગ રસીયાઓમાં હર્ષોઉલ્લા સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉતરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉતરાયણના દિવસે પણ પતંગ રશિયાઓએ પતંગ ઉડાડી ખૂબ મજા માણી હતી.

ઉત્તરાયણ પર્વની તૈયારીઓને લઈ દાહોદ શહેર સહિત જીલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉતરાયણ પર્વના દિવસે અને ઉતરાયણના દિવસે સારી હવાના કારણે પતંગ રશિયાઓમાં મોજ પડી જવા પામી હતી. ઉત્તરાયણના એક અઠવાડીયા પહેલા પતંગ બજારમાં ભારે મંદીનો માહૌલ જોવા મળી રહ્યો હતો. પહેલા જેવી ઉત્તરાયણની ઘરાકીમાં માહૌલ જોવા મળતો ન હોવાની વેપારીઓમાં ગણગણાટ પણ સાંભળવા મળતો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી . પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા તેમજ માંજો રંગાવવા માટે લોકોની મોડી રાત્રી સમય સુધી ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણ પર્વ ના દિવસે લોકોએ ડી.જે. સિસ્ટમ સહિતના સાધનો પણ પોત પોતાના ધાબાઓ ઉપર ઉતરાયણ પર્વની નાચ કાન સાથે મોજ માણી હતી. છેલ્લા બે-ત્રણ દિવસની દાહોદ શહેર સહિત જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતાં પતંગ રસીયાઓમાં ચિંતાનો માહૌલ જોવા મળ્યો હતો, પરંતુ ઉતરાયણના દિવસે વાતાવરણ ચોખ્ખું થઈ જતા પતંગ રશિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉતરણ અને વાસી ઉતરાયણના દિવસે દાહોદ શહેર જીલ્લા વાસીઓએ જલેબી ઊંધિયું ફાફડાની મહેરબાની માણી હતી અને પોત પોતાના ધાબા પર રાત્રિના સમયે ફટાકડા ફોડી ઉતરાણે પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.