ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામમાં સ્મશાનઘર અને રસ્તા ની સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં સરકાર સામે આક્રોશ

ઘોઘંબા તાલુકામાં હજારોની વસ્તી ધરાવતું ખીલોડી ગામ આવેલું છે આ ગામના લોકો પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા છે તેથી ગામ લોકોમાં સરકાર અને સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઉભો થયો છે. કોઇના મરણની અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં સ્મશાન બનાવવામાં આવ્યું નથી નદીના કિનારા ઉપર ખુલ્લામાં સ્મશાન વિધી કરવી પડે છે આજે ચોમાસાની ઋતુમાં ચાલું વરસાદમાં ખુલ્લામાં જ્યારે અગ્નિદાહ આપવાનો હોય ત્યારે ખુબ મોટી તકલીફ પડતી હોય છે. ગામમાંથી સ્મશાન સુધી જવા માટેનો રસ્તો પણ ના હોવાને કારણે ગામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેથી ગામજનો સરકાર અને સ્થાનિક નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને ભારે આક્રોશ ઠાલવ્યો છે.

ગામ લોકો તરફથી આ બાબતે આમ આદમી પાર્ટી પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆને જણાવતાં તેઓએ દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, વર્ષો બાદ પણ ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ હોય તો સ્વભાવિક છે અને અધિકાર પણ છે કે લોકો સરકાર અને સ્થાનિક નેતાઓ સામે સવાલ કરે.
ભાજપ સૌના વિકાસ માટે કામ નથી કરતી ભેદભાવ રાખે છે. જે ગામમાં કોંગ્રેસ ના સરપંચ હોય કે કોંગ્રેસ ના સમર્થકો હોય તેવી જગ્યાએ મોટા પ્રમાણમાં ભેદભાવ ભર્યું વર્તન કરતાં હોવાનું જોવાયું છે અને આ બાબત કોંગ્રેસ જાણે છે અને ભોગવે છે છતાં કોંગ્રેસ ક્યારેય જનતાના અવાજને સાંભળી શકી નથી અને તેમની‌ સમસ્યાઓને સમજી શકી નથી કે દુર કરવા પ્રયત્ન પણ કરી શકી નથી તેથી હવે ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ સામે લોકોનો વિરોધી અવાજ ઉઠ્યો છે. ભાજપની ભેદભાવની નીતિ અને કોંગ્રેસની સ્વાર્થની નીતિ નો જનતા ભોગ બની રહી છે તેથી જનતા નારાજ દેખાય છે એટલે હવે લોકો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા છે અને કાર્યકરોનો સંપર્ક કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યાં છે અને જનતા આમ આદમી પાર્ટી ઊપર ભરોસો મુકે છે ત્યારે અમે જનતાની સાથે કાયમ રહીશું અને ભરોસો તુટવા નહીં દઈએ એવું જણાવ્યું હતું.
સ્મશાનની સુવિધાઓ માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખીત રજુઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું