શહેરા, શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દાન-પુણ્યના સથવારે કરાઇ હતી. એ…લપેટની બૂમો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહિલાઓએ ગૌમાતાઓને ઘુઘરી તેમજ ઘાસ ખવડાવી પુણ્ય મેળવ્યુ હતું. રંગબેરંગી પંતગોથી આકાશ છવાઇ ગયુ હતું.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી વહેલી સવાર થી પતંગરસીકો અગાશી પર પતંગ ચગાવી આનંદ માણ્યો હતો અને સાથે મહીલાઓએ પણ વહેલી સવારે ગાયને ઘુઘરી -ઘાસ ખવડાવીને પુણ્ય મેળવ્યુ હતું, ઉતરાયણના દિવસે અને વાસી ઉતરાયણના દિવસે પણ પવન સારો હોવાને કારણે પતંગ રસિકો ગેલમા આવી ગયા હતા. આકાશ સવારથી પતંગોથી છવાઇ ગયુ હતુ.કાયપો છે….. એ ….લપેટના નારા પણ લાગ્યા હતા. ધાબા પર તલ ચીક્કી, શેરડી, જામફળ, ઉધીયાની પણ જયાફતની મજા પણ લોકો એ માણી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રજારક્ષક ગણાતા પોલીસ જવાનોને પણ ઉત્તરાયણ કરવાની ઈચ્છા થતી હોય છે, પણ તેમને ઉત્તરાયણના પર્વે પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફરજ નિભાવી હતી.
ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની હોય તેમ જીલ્લામા પતંગના દોરાથી કબુતર સહિતના અન્ય પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. પશુડોકટરની ટીમ દ્વારા તમામ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામા આવી હતી. આ પર્વના દિવસ દરમિયાન 10 કરતા વધુ પક્ષીઓ પતંગ દોરાથી ઘાયલ થયા હતા.