શહેરાના બોરડીના બાળકનું પતંગ દોરીથી ગળું કપાતા મોત

શહેરા, શહેરામાં ઉતરાયણ પર્વના દિવસે બોરડી ગામના બાળકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા મોત નિપજ્યું હતું. બાઇક પર જઈ રહેલ પિતા સાથે બાળક ને ગળાના ભાગે પતંગની દોરી આવી જવાના કારણે ગંભીર ઇજા પહોચી હોવાથી મોત થતા પરીવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

પંચમહાલ જીલ્લામાં ઉત્તરાયણ પર્વના દિવસે એક દુ:ખદ ઘટના બનવા પામી હતી. જીલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામના માછી ફળિયામાં રહેતા કેતન માછી સાસરી માંથી પોતાના બાળક સાથે બાઈક પર ઘરે આવી રહયા હતા.ત્યારે ખારોલ રાબડીયા ગામની વચ્ચે અચાનક બાઈક અગાડી પતંગની ઘાતક દોરી આવી જવાથી બાળક તરૂણનુ ગળું કપાઈ જતા લોહી નીકળવા માડ્યું હતું. દોરીના કારણે ગળાના ભાગે બાળકને ગંભીર ઇજા થતા તે સમયે બાળકનો પિતા ચિંતિત થઈ જવા સાથે બાળકને સારવાર અર્થે કોઠંબા હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે બાળકનું જીવલેણ દોરી ના કારણે મોત થતાં પરીવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે શહેરા ગોધરા હાઇવે ઉપર એક બાઈક ચાલકને પણ દોરીના કારણે હાથમાં સામાન્ય ઇજા થવા પામી હોવા સાથે જીલ્લામાં ઉતરાયણ પર્વના દિવસે દોરી થી ઘાયલ થવાના અને ધાબા પરથી પડી જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.