મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ડો. પ્રભા અત્રેનું શનિવારના રોજ 92 વર્ષની વયે પુનામાં હાર્ટ એટેકથી નિધન થયુ છે. હાર્ટ એટેક આવવાને કારણે પરિવારના સભ્યો દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ રસ્તામાં જ એમનું નિધન થઇ ગયુ છે. સંગીત ક્ષેત્રમાં યોગદાન માટે એમને ભારત સરકાર દ્રારા પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. જો કે આ સમાચારથી પરિવારજનોં અને લોકો દુખી થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રભા અત્રેનો મુંબઇમાં એક કાર્યક્રમ હતો, પરંતુ એ પહેલાં જ હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયુ. આ સમયે ગાયિકા પ્રભાએ દુનિયાને અલવિદા કહી દીધુ. એમના નજીકના લોકોએ સોશિયલ મિડીયા દ્રારા શ્રદ્ધાંજલી આપી છે. ફેમસ શાસ્ત્રીય ગાયિકા ડો. પ્રભા અત્રેનું નિધન આજ રોજ એટલે કે શનિવારે 13 જાન્યુઆરી 2024ના રોજ થયુ છે.
13 સપ્ટેમ્બર 1932ના રોજ પુણેમાં જન્મેલા પ્રભા અત્રે કિરાના ઘરાનાના હતા, તેમજ તેઓ આ ઘરાનાની વરિષ્ઠ ગાયિકા પણ હતા. શાસ્ત્રીય ગાયિકા સિવાય એક લેખિકા પણ હતા. વિજ્ઞાન અને વિધિમાં સ્નાતક મેળવ્યા પછી પ્રભા અત્રેએ સંગીતમાં ડોક્ટરની પદવી હાંસિલ કરી હતી. પ્રભા ઓલ ઈન્ડિયા રેડિયોના ભૂતપૂર્વ સહાયક નિર્માતા અને એ-ગ્રે નાટક કલાકાર પણ હતા.
પ્રભા અત્રેએ વર્ષ 1990માં પદ્મ શ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ અને 2022માં પદ્મ વિભુષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અત્રેએ પોતાના કરિયરની શરૂઆતમાં સ્ટેજ સિગિંગ એક્ટ્રેસના રૂપમાં કામ કર્યુ. એમને મરાઠી થિએટર ક્લાસિક્સમાં ભૂમિકા નિભાવી હતી, જેમાં સંશય કલ્લોલ, માનાપમાન, સૌભદ્રા અને વિદ્યાહરણ વા સંગીત નાટક પણ સામેલ હતા. આટલું જ નહીં એક જ તબક્કામાં 11 પુસ્તકો બહાર પાડવાનો પણ વર્લ્ડ રેકોર્ડ ફેમસ ગાયિકા પ્રભા અત્રેના નામે છે. 18 એપ્રિલ 2016ના રોજ પ્રભા અત્રેએ નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સંગીત પર લખેલા હિન્દી અને અંગ્રેજીમાં 11 પુસ્તકો લોન્ચ કર્યા હતા.