ગૃહમંત્રી અમિત શાહનાં બહેનનું નિધન : શાહનાં આજના તમામ કાર્યક્રમો રદ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અમદાવાદઃ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદિપભાઇ શાહ (ઉ.વ.૬૬)નું દુઃખદ અવસાન થયું છે. તેમને સારવાર માટે મુંબઈ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં AG આવ્યા હતા. બપોર સુધીમાં ફલાઈટમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમિતભાઈઍ આજના મોટાભાગના કાર્યક્રમો રદ કર્યા છે. તેમની અંતિમયાત્રા ૩ વાગ્યે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાન (ઇ-૯૦૪, મેપલ ટ્રી, સુરધારા સર્કલ નજીક, થલતેજ-અમદાવાદ)થી નીકળશે.