
ગોધરા તાલુકાના મેહલોલ ગામે પતંગ લૂંટવા જતા કિશોર ધાબા પરથી પટકાયો હતો. કિશોરનો હાથ ભાંગી જતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેલોલના વણકરવાસમાં રહેતો કિશોર પતંગ દોરી પકડવા જતા ધાબા ઉપરથી નીચે પડ્યો હતો. હાથમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.ગોધરા તાલુકાના મહેલોલ ગામે વણકરવાસમાં રહેતા વનરાજ પરમાર નામનો કિશોર ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. પતંગ દોરી પકડવાની લ્હાયમાં કિશોર ધાબા ઉપરથી નીચે પટકાતા તેનો હાથ ભાંગ્યો હતો. કિશોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જ્યારે ગોધરા તાલુકાના આઈડિયા ગામે કેનાલ પાસે પતંગ ચગાવી રહેલા કિશોરનો પગ લપસી જતા યુવક નીચે પટકાયો હતો. જેને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.