ઉવારસદમાં પતિને દારૂ પીતા રોક્તા ૪૦ વર્ષની મહિલાની પતિએ જ હત્યા કરી

ગાંધીનગર, દારૂનો દૈત્ય પરિવારને કેવો ખતમ કરી નાખે છે તેનો વધુ એક પુરાવો મળ્યો. પતિને દારૂ પીતો અટકાવવાનો પ્રયાસ મહિલા માટે જીવલેણ સાબિત થયો. મહિલાએ પતિને દારૂ પીતા અટકાવવાની કિંમત જીવ આપવીને ચૂકવવી પડી. ગાંધીનગરના ઉવરસાદમાં રહેતા ૪૦ વર્ષીય વ્યક્તિએ બુધવારે ઘરેલુ વિવાદમાં પત્નીને માર મારી હત્યા કરી હોવાનો ગુનો પોલીસે નોંયો છે. સરસપુરના રહેવાસી મથુરાપ્રસાદ પ્રજાપતિ સામે અડાલજ પોલીસે તેની પત્ની દીપિકાની હત્યાનો ગુનો નોંયો હતો.

દીપિકાના ભાઈ ભરત પ્રજાપતિએ એફઆઈઆરમાં જણાવ્યું કે, મથુરાપ્રસાદ દારૂના નશામાં દીપિકાને ઘણીવાર મારતો હતો. મંગળવારે રાત્રે દંપતીના પાડોશી પ્રમોદ કુમારે ભરતને ફોન કર્યો અને મથુરાપ્રસાદે દીપિકાને માર માર્યાની જાણ કરી. બુધવારે સવારે જ્યારે ભરત તેમના ઘરે ગયો ત્યારે દંપતીના મોટા બાળકે તેમને કહ્યું કે મથુરાપ્રસાદ દીપિકાને ડૉક્ટર પાસે લઈ ગયા છે. ભરત અને પ્રમોદે દંતાલી રેલ્વે ક્રોસિંગ પર મથુરાપ્રસાદને જોયો અને તેને દીપિકા વિશે પૂછ્યું.

તેણે તેમને જણાવ્યું હતું કે તેણે દીપિકાને મારી હતી, કારણ કે દીપિકાને તેની દારૂ પીવાની આદત સામે વાંધો હતો અને તેણે દીપિકાને મારી નાખીને તેની લાશ રેલ્વે ટ્રેક પાસે ઝાડીઓ પાછળ ફેંકી દીધી હતી. ભરત અને પ્રમોદ રેલ્વે ટ્રેક પર ગયા અને દીપિકા મૃત હાલતમાં મળી આવી હતી. આમ એક હસતો ખીલતો પરિવાર દારૂના દૈત્યએ ખતમ કરી નાખ્યો છે.