પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આજરોજ મોરવા હડફ તાલુકાના ગોભલી ફળિયામાં આવેલ વિજયાલક્ષ્મી પેટ્રોલિયમ નામના પાડવી એલિઝા ભાઈ દાદનીયા ભાઈ ની માલિકી ના પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરતા પંપ ઉપર નોઝલ દ્વારા વેચાણ કરવાની જગ્યાએ લોખંડના કારબા માં ભરી રાખેલ પેટ્રોલ માપીયા દ્વારા વેચાણ કરતા હોવા નું જણાઈ આવેલ હતુ તેમજ ડેન્સિટી રજીસ્ટર ડેઈલી સ્ટોક રજીસ્ટર નિભાવવામાં આવેલ નથી.
એમ ઓથોરાઈઝ ઓલ કંપની પાસેથી પેટ્રોલ અને ડીઝલ ખરીદ ન કરીને કોઈઅન્ય સોર્સથી અનઅધિકૃત ખરીદી કરી વેચાણ કરતા હોય ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલ રેગ્યુલેશન ઓફ સપ્લાય ડીસ્ટ્રીબ્યુશન એન્ડ માલ પ્રિવેન્શન ઓફ માલ પ્રેક્ટિસ ઓર્ડર 2005 ની કંડિકા 2 af 4 અને 5 નો ભંગ કરેલ હોય ગંભીર ગેરરીતિ આચરેલ હોય પેટ્રોલ 652 લીટર ના કિંમત રૂપિયા 63276/- અને ડીઝલ 719 લીટર જેની કિંમત 66716/- એમ મળીને 992 કુલ ₹129992/- નો મુદ્દામાલ 100% જથ્થો જપ્ત કરી પેટ્રોલ પંપ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરરિતી કરતા પેટ્રોલ પંપ ના સંચાલકો મા ભય પ્રસરી જવા પામ્યો છે.