નાકોટડાસાંગાણીનાં ખોબા જેવડા કરમાળપિપળીયા માં ઘર બહાર બેઠેલાં યુવાનો સાથે દારુ પીધેલી હાલત માં આવેલા શખ્સે ગાળોબોલી જગડો કરતા જપાજપી થવા પામી હતી. જેમાં એક યુવાને છરી કાઢતા અજાણતાજ તેના મિત્ર ને લાગી જતા તેનું મોત નિપજયું હતું. બનાવનાં પગલે દોડી આવેલી કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી મૃતકનાં મિત્ર એવા યુવાન ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર કરમાળપિપળીયા ગામે મોડી સાંજે કીશન ગીરધરભાઇ પાતાણી નામનો 26 વર્ષ નો યુવાન મિત્રો સાથે પોતાનાં ઘર બહાર બાકડાં પર બેઠો હતો.તે સમયે ગામમાં રહેતો ખોડા ગોવિંદભાઈ કોશરા દારુ પીધેલી હાલત માં આવી ગાળાગાળી કરતા કીશને ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા બન્ને વચ્ચે જપાજપી સાથે જગડો થયો હતો.દરમ્યાન કીશન નાં મિત્ર નરેશ રસીકભાઇ ઓળકીયાએ કીશન નો બચાવ કરવા અને ખોડાને ડરાવવા છરી કાઢી હતી.પણ જપા જપીમાં છરી કીશનનાં પગમાં લાગી જતા લોહીનાં ફુવારા ઉડ્યા હતા.આ દ્રશ્ય જોઈ ખોડો નાશી છુટ્યો હતો.બીજીબાજુ નરેશ સહીત નાં મિત્રો ઇજાગ્રસ્ત કીશન ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પરંતુ છરીનો ઘા ઉંડો હોય પુષ્કળ લોહી વહી ગયુ હોય સારવાર મળે તે પહેલાજ કીશન નું મોત નિપજ્યું હતું.
બનાવનાં પગલે દોડી આવેલા કોટડાસાંગાણી પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીએસઆઇ.આર.કે.ગોહીલે બનાવ ની તપાસ હાથ ધરી પુછપરછ નાં અંતે કીશન નાં મિત્ર નરેશ ની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.મિત્ર નાં હાથે જ જેની અજાણતા હત્યા થઈ તે કીશન સેન્ટીંગ નું કામ કરતો હતો.બે ભાઇઓ નાં પરીવાર માં મોટો હતો.અને પરણીત હતો.સંતાન માં બે પુત્રીઓ હોવાનું જાણવા મળેલ હતું.