- શમાં મંકિપોક્સના સંદિગ્ધ કેસો મળતા સરકાર એક્શનમાં
- હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે તમામ રાજ્યોને આપ્યા નિર્દેશ
- સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરો
- સરકારે દર્શાવેલા પગલાં ભરો
60થી વધુ દેશોમાં ફેલાયેલા મંકિપોક્સ વાયરસને લઈને રાજ્યો જેવા જોઈએ તેવા પગલાં ભરી રહ્યાં નથી અને તેમને જાણે કંઈ પડી જ ન હોય તેવો વ્યવહાર કરી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવતા કેન્દ્ર સરકારે ફરી વાર તેમને સાવધ કરતા અગાઉ જારી ગાઈડ઼લાઈન્સ અનુસારના મહત્વના પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સને લઈને અગાઉ પણ રાજ્યો સરકારોને સાવચેત કરી ચૂકી છે તેમ છતાં પણ રાજ્યોએ જણાવેલા કોઈ પગલાં ભર્યા નહોતા તેથી સરકારે તેમને ફરી વાર ચેતવ્યાં છે.
કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે લખ્યો રાજ્યોને પત્ર
કેન્દ્ર સરકારે મંકિપોક્સ સબંધિત કેટલાક નિર્દેશ રાજ્યોને આપ્યાં છે. કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે એક નિર્દેશ બહાર પાડીને રાજ્યોને મંત્રાલયની અગાઉની ગાઈડલાઈન્સનું પાલન કરવાની તાકીદ કરી છે. ભૂષણે તેમના લેટરમાં લખ્યું કે રાજ્યોએ સંપર્કો, સંપર્ક ટ્રેસિંગ અને અન્ય સર્વેલન્સ પ્રવૃત્તિઓ કે જે કેસની શોધ, પરીક્ષણ, IPC પ્રોટોકોલ, ક્લિનિકલ મેનેજમેન્ટ વગેરે હાથ ધરવાની જરૂર છે.