જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા જજ એ.કે. વિશ્વેશની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આજે હિંદુ પક્ષ પોતાની દલીલો રજૂ રહ્યુ છે. અગાઉ મંગળવારે મુસ્લિમ પક્ષે પોતાની દલીલોને પૂરી કરી દીધી હતી. જે બાદ હિંદુ પક્ષે દલીલો રજૂ કરી હતી.
સુનાવણી પહેલા મુસ્લિમ પક્ષે નવી અરજી દાખલ કરી છે.
જેમાં વકીલ વિષ્ણુ જૈનને હટાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વિષ્ણુ જૈન વાદી અને પ્રતિવાદી બંને પક્ષ માંથી કેસ લડી રહ્યા છે.મુસ્લિમ પક્ષ તરફથી કરવામાં આવેલી અરજી પર હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યુ કે તકનીકી આધારે કરવામાં આવેલી અરજી ફગાવવામાં આવશે. તેમણે કહ્યુ, તેઓ સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારને પ્રતિનિધિત્વ કરે છે પરંતુ અહીં હિંદુ પક્ષ તરફથી લડી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે યુપી સરકાર તરફથી તેમણે વકાલતનામુ દાખલ કર્યુ નથી.
ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન વિષ્ણુ જૈને કહ્યુ, તેમની ઉપર ષડયંત્ર હેઠળ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ મોટુ ષડયંત્ર છે. જેથી મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવી શકે પરંતુ આ કોર્ટમાં ચાલશે નહીં.