ગોધરા,
ચિખોદ્રા દેવસ્થાન રામજી મંંદિર ટ્રસ્ટની એ 1221-15 જમીનો આવેલી છે અને તેની નોંધ નંબર-2 રામજી મંદિરના નામે તા.1/1/1957 નોંધ પડેલ છે. પરંતુ નોંધ-2ની અસલ તા.1-1-1957 છે અને અસામાજીક તત્વો દ્વારા તા.12/3/1957 કરી નાખેલ છે.
ટ્રસ્ટના વહીવટદાર નારણરાવ માધવરાય સ્વ. નામે ચાલતી હોવાથી નામ ચાલુ રાખ્યું. જે નોંધ નંબર ખુબ જ મોટી પ્રમાણ એકર-1221 ગુંઠા-15 નોંધ-2 થી રેવન્યુ રેકર્ડ ઉપર પડેલ છે. પરંતુ આ નોંધ સરકારશ્રી પંચમહાલ જીલ્લા કલેકટર કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા નોંધ નંબર-2 વાળી જે તે સમયે ઓનલાઈન અપલોડ કરવા કર્મચારીઓ પંચમહાલ જીલ્લાઓ દ્વારા લાંબા ગાળે લાંચ રૂશ્વત લઈ ઓનલાઈન રામજી મંદિર દેવસ્થાનની નોંધ નંબર-2 ઓનલાઈન અપલોડ કરી કરાવેલ નથી અને આ જમીનો ઉપર આદિવાસીઓને રામજી મંદિરના તરફ ખેડાણ કરી ગુજરાત ગરીબ ઈસમોને આપેલ પરંતુ અસામાજીક તત્વોના રાજકીય લાગવગ ધરાવતા ઈસમો દ્વારા અનેક આદિવાસીઓને ધાકધમકીઓ આપી પોલીસ દબાણો લાવી ગરીબ ઈસમો પાસે છીનવી લઈ તમામ મિલ્કતો અસામાજીક તત્વોના તત્વો દ્વારા એક પછી એક જમીનોમાં ફેરફાર કરી મોટા પ્રમાણમાં રાજકીય જે તે સમયનાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મિલ્કતો વેચી પાડેલ છે અને અઢળક દાનની મિલ્કતોના વેચાણ થાય તેવો સારી રીતે જાણતા હોવા છતાં (દાન)માં મિલ્કતો અપાય પણ આ ભુખ્ખડ અસામાજીક તત્વો એ (દાનવાળી) તમામ મિલ્કતો પોતાની માલીકીની હોય અને પોતાના બાપની હોય તેમ સમજી ચિખોદ્રાની સોનાની લગડી જેવી મિલ્કતો રામજી મંદિરને કોઈપણ જાણ કર્યા વગર વેચી પાડી અઢળક રૂપીયા કરી લીધા છે. જે નોંધોની તપાસ કરતા કોને કોને રામજી મંદિરની જમીનો વેચી અને કોના કોના નામ ઉપર છે. તે જો ઉંડાણમાં નોંધોનું સાકળીયું બનાવવાથી તમામ મિલ્કતોનું (સજેશન) તાત્કાલીક મળી જશે.
આમ, આ રામજી મંદિર દેવસ્થાન જમીનોમાં અસામાજીક તત્વોના તથા પંચમહાલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાંચ રૂશ્વતો આપી રામજી મંદિરની તમામ જમીનોમાં મોટા પ્રમાણમાં સુધારા હુકમો કરાવી અનેક પ્રકારના ખેલો રમી રહ્યા છે અને નોંધ નંબર-2 ચિખોદ્રા તલાટી, મહેસુલી નાયબ મામલતદાર, ઈ-ધરા નાયબ મામલતદાર, મુખ્ય મામલતદાર ગ્રામ્ય વિભાગ પી.બી.કુંભાણી, ગોધરા સબ રજીસ્ટ્રર ચૌહાણ, ગોધરા સબ રજીસ્ટ્રર મછાર તથા અન્ય દ્વારા કોઈ નોંધ નંબર-2 ચિખોદ્રાની રેવન્યુ નાયબ મામલતદાર ઈ-ધરા મારફતે પણ નહી લઈ આ રામજી મંદિર દેવસ્થાનની દાન કરેલી મિલ્કતોમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો કરી અઢળક રૂપીયા દાનની મિલ્કતોમાં ગંદી નીતિથી ગેરરીતિઓ કરી કરાવી રહ્યા છે અને દેવસ્થાન રામજી મંદિરની મિલ્કતો રફેદફે કરી કરાવી રહ્યા છો. આમ, ચિખોદ્રા ગામની કેટલીક મિલ્કતો સરકારી પડતર હોવા છતાં અસામાજીક તત્વોના બિલ્ડરોને સુધારા હુકમના આધારે પધરાવી દેવામાં આવેલ છે. જે સરકારી મિલ્કતોમાં આજદિન સુધી દેવસ્થાન રામજી મંદિરનું નામ દાન કરેલી મિલ્કતો પંચમહાલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કોઈ તસ્દી લીધી નથી કે લેવડાવેલી નથી. આ રામજી મંદિરની એકર 1221 ગુંઠા-15 વાળી જમીનો ખુબ ઝીણવટ ભરી તપાસ કરી કરવા તથા કરેલ ગેરરીતિઓ સામે યોગ્ય તપાસ કરી કરાવી તેવી હિન્દુ સમાજની મિલ્કતો અંગેની માંગ છે. નોંધ નંબર-2 બાબતે પી.બી.કુંભાણી દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં ગેરરીતિઓ આચરેલ છે અને કેટલાક સુધારા ખોટા પોતે ઈ-ધરા નાયબ મામલતદાર સ્કેનર દ્વારા નામો દલાલો, બિલ્ડરો તથા લાગવગ ધરાવતા ઈસમોને સુધારા હુકમો કરી દાનની રામજી મંદિરની જમીનો હિન્દુ કોમના રાજ્ય સેવકોએ લધુમતી કોમના ઈસમોએ ખુબજ મોટા પ્રમાણમાં ફેરફાર એકબીજાના સંબંધોના કારણે તબદીલી કરી દાનની મિલ્કતોમાં લાંચો લઈ નોંધ નંબર-2 ઓનલાઈન નહી મુકી દેવસ્થાનની જમીનો લધુમતી કોમના ઈસમોને પધરાવી દીધેલ છે.
આમ, મોજે ચિખોદ્રા ગામની 1221 ગુંઠા-15વાળી જમીનો જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા એન.એ. વાણિજય હેતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં લાંચ રૂશ્વતો લઈ નોંધોનું પુરુ સાંકળી નહી માંગી નોંધ નંબર-2 રામજી મંદિરની નોંધ નહી મુકી કેટલીક જમીનો બરોડા હાઈવે રોડ ટચ ખુબજ કિંમતી દાનમાં આવેલ જમીનોમાં પોતાના બાપની મિલ્કતો સમજી રામજી મંદિરના વહીવટદારના પુછયા પાછયા તથા ચેરીટી કમિશ્ર્નરના હુકમો ના હોવા છતાં મોટા મોટા ગોડાઉન, પેટ્રોલ પંપ વિગેરે… વિગેરે વાણીજય હેતુ માટે ગેરકાયદેસર એકબીજાના ખુબજ મોટા સંબંધોના આધારે તમામ મિલ્કતોમાં પરમીશન આપનાર તથા નોંધ મકી આગળની કાર્યવાહી કરનાર સામે અરજદાર દ્વારા આગળની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કારણ કે, નોંંધ નંબર-2 ચિખોદ્રા ગામની નોંધ નં.-2 1221 – ગુંઠા-15 વાળી જમીનો સરકાર પડતર હોવા છતાં દાન કરેલ રામજી મંદિરનું નામ ચડાવેલ નથી. ખોટા સુધારા હુકમો કરતા રામજી મંદિરની નોંધ-2 કોઈ ધ્યાને લેતા નથી. એન.એ. કરાવતા પહેલા નોંધ નંબર-2 ધ્યાને જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા નોંધ-2 ધ્યાને નહી લઈ ખરબો રૂપીયાની જમીનો લધુમતી કોમના આગળ પડતા ઈસમો દ્વારા તમામ દેવસ્થાન રામજી મંદિરની જમીનો રફેદફે કરી નાખેલ છે. હિન્દુ સમાજની લાગણીઓ દુભાય ના અને હિન્દુ ધર્માદા વાળી મિલ્કતો બાબતે તાત્કાલીક પંચમહાલ જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ ગોધરા દ્વારા જે પોપટપુરાની ધર્માદા મિલ્કતો શ્રી સરકાર ગોધરા પ્રાંત ગોધરા દ્વારા અચોકકસ મુદ્દતમાં ઝડપી કાર્યવાહી કરી શ્રી સરકાર કરેલ છે. તેવી હિન્દુ સમાજની ચિખોદ્રાની નોંધ નંબર-2, 1221, ગુંઠા-15 વાળી જમીન તાત્કાલીક ટીમ નીમી તમામ મિલ્કતો શ્રી સરકાર ગામની જમીનોની નોંંધ નંબર-2 એન.એ.માં કરેલ ફાઈલોમાં મુકાઈ તેવી પણ હિન્દુ સમાજની માંગો છે.
નોંધ નંબર-2 સુધારા હુકમોના આધારે રામજી મંદિરની વિગતો ધ્યાને લેવાય તેવી પણ નોટીસોની તથા તપાસણીની પણ માંગણીઓ છે. આમ, જીલ્લા સબ રજીસ્ટ્ર દસ્તાવેજો કરતા પહેલા નોંધ નંબર-2ની વિગતો ઈ-ધરા ગોધરા મામલતદાર પાસેથી મેળવી લેવી અને ચિખોદ્રા ગામ રામજી મંદિરની જમીનોમાં નોંધ નંબર-2 જોયા વગર અને લાંબા ગાળે લાંચો લઈ દાનની મિલ્કતો હડપ કરી કરાવનારની કેવી હાલ તો થશે તે તમારા ખોટા કર્મોનો અહેસાસ એક દિવસ જરૂર થશે તે જ્યારે તમારી ધર્માદા દાનની મિલ્કતોમાં બચાવવાના બદલે ખોરી ખોપરા જેવી દાનતો લઈ રાજ્ય સરકાર તમને સેવા કરવા બેસાડેલા છે. તેમ છતાં લાંચ રૂશ્વતો લઈ હિન્દુ સમાજની મિલ્કતો બચાવવાન બદલે તમારા સ્વાર્થ માટે લધુમતી કોમ સાથે મળેલા છે. આ બાબતની જાણ હવે પછી ગુ.રા.સ.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તરફ ફરીયાદના કરવી પડે તેની ગંભીર પ્રકાર સાથે તસ્દી લેશો અને રામજી મંદિરની તમામ જમીનો શ્રી સરકાર કરી કરાવી રામજી મંદિરના નામે જરૂરી હુકમો કરાવવા આ બાબતે નાના કાંટડીના હિન્દુ આદિવાસીઓના અસામાજીક તત્વો દ્વારા ખરા ખોટા હુકમો અંગે પણ તપાસ કરી હિન્દુ આદિવાસીઓને જમીનો પરત મળે તેવી માંગો ઉઠવામાં આવેલ છે.