દાહોદ,દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી કરિયાણાનો સામાન ખરીદી ઘરે જઈ રહેલા બે ઈસમોને લાકડી તથા ગડદાપાટુનો મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકદમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
કટારાની પાલ્લી ગામના બાબુભાઈ નાનજીભાઈ ડામોર તથા તેના ગામનો અન્ય એક સમ તા.29-12-2024ના રોજ સાંજના સાડા છ વાગ્યે કરિયાણાના સરસામનની ખરીદી કરી તેઓના ઘરે જઈ રહ્યા હતા. તે વખતે તેમના ગામના સોમાભાઈ સંગજીભાઈ ડામોર તથા વિજયભાઈ સોમજીભાઈ ડામોરે આવી તું અમારી સાથે અગાઉ ઝઘડો કરવાવાળો છે, તેમ કહી બાબુભાઈ ડામોરને નીચે પાડી દઈ ગડદાપાટુનો મારમારી ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે વિજયભાઈ ડામોરે હાથમાં લાકડી લઈ દોડી આવી ગામમા તું અમારી ચાડીયો કરે છે. તેમ જણાવી હાથમાંની લાકડી બાબુભાઈ ડામોરને બરડાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધાકદમકીઓ આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત બાબુભાઈ નાનજીભાઈ ડામોરે રંધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપિકો કલમ 323, 325, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.