દાહોદના ઈસમે વ્યાજ સહિત નાણાં ચુકવવા છતાં વ્યાજખોરે વ્યાજ અને મુદ્દલની ઉધરાણી કરી ફોન પર ધમકી આપતાં ફરિયાદ

દાહોદ, દશ ટકાના વ્યાજે લીધેલા નાણા દાહોદના ઈસમે વ્યાજ સહીત ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ મુદ્દલ રકમ તથા વ્યાજની ઉઘરાણી કરી ફોન પર પણ ઉઘરાણી કરી ધાકધમકી આપતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની ત્રસ્ત ઈસમે પોલીસમાં ફરિયાદ કર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ ઠક્કર ફળિયા, ગુરૂદ્વારા ગલીમાં રહેતા અને સેલ્સ મેનનો ધંધો કરતા 32 વર્ષીય ઈસ્તીયાક આબીદ અલી સૈયદે તા. 12-1-2019 થી તા.6-1-2024 દરમ્યાન દાહોદ પરેલ ખડ્ડા કોલોનીમાં રહેતા સોનું ઉર્ફે ગોપાલસિંહ હરીરામ સીસોદીયા પાસેથી રૂા. 1,45,000 દશ ટકાના વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજના 4,20,000 થા દાહોદ ગોધરા રોડ સાંસીવાડમાં રહેતી રવીનાબેન ચંદ્રપ્રકાશ સાંસી પાસેથી રૂા. 1,30,000 દશ ટકાના વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજના 3,70,000 આપી દીધા હતા. તેમ છતાં સોનુ ઉર્ફે ગોપાલસિંહ હરીરામ સિસોદીયા તથા રવીનાબેન ચંદ્રપ્રકાશ સાંસી એમ બંને વ્યાજખોરો ઈસ્તીયાક આબીદ અલી સૈયદ પાસે મુદ્દલ રકમ તેમજ દશ ટકા વ્યાજની રકમની ઉઘરાણી કરવા અવાર નવાાર તેના ઘરે આવી તેમજ ટેક્સ મેસેજથી ઈસ્તીયાક સૈયદના મોબાઈલ ફોન પર ફોન કરી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી ધાકધમકીઓ આપતા હોઈ આવી ધમકીઓથી કંટાળી ઈસ્તીયાક આબીદ અલી સૈયદે સોનું ઉર્ફો ગોપાલસિંહ હરીરામ સિસોદીયા તથા રવીનાબેન ચંદ્રપ્રકાશ સાંસી વિરૂધ્ધ દાહોદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપિકો કલમ 506, 114 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ કલમ 40, 42(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.