શહેરા, સમતા ફાઉન્ડેશન દ્વારા આયોજીત વિશેષ સન્માન કાર્યક્રમમાં શહેરા તાલુકાના મોરવા (રેણા) ના વતની મુકેશભાઈ સોલંકીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત સમાજના જ્ઞાતિ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમતા ફાઉન્ડેશન દ્વારા મઘ્ય ગુજરાતના વ્યક્તિ વિશેષ સન્માન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ હાલોલ ખાતે યોજાયો હતો. જેમાં પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા જીલ્લાના રોહિત સમાજના વડીલો, ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મમાં ઊપસ્થિત શહેરા તાલુકાના મોરવા ગામના વતની મુકેશભાઈ સોલંકીનું સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેવા બદલ તેમજ સારી કામગીરીને લઈને સમતા ફાઉન્ડેશન કાર્યક્રમના આમંત્રિત મહેમાન જીલ્લા ભાજપ અગ્રણી મયુરસિંહ પરમારના હસ્તે સાલ ઓઢાડીને અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત વિસ્તારમાં રહેતા રોહિત સમાજના જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતા મળી હતી. આગામી દિવસોમાં રોહિત સમાજ દ્વારા સમાજને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવનાર છે.