લુણાવાડા,વિકસિત રાષ્ટ્રના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગોહિલ ના મુવાડા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક રથ ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા સહીત અગ્રણી મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોહિલના મુવાડા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી યોજનાની માહિતી અને વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી. સાથે ’વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં અગ્રણીઓ કે.જી.પટેલ, કાનજીભાઈ, અજયસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ હિમતસિંહ, વહીવટદાર પ્રદીપસિંહ, તલાટી હાર્દિકભાઈ, વડીલ ગ્રામજનો, શાળા પરિવાર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.